કેરળના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લી 24થી ભારે થી અતિભારે વરસાદ પડી રહ્યો છે. આ વરસાદમાં બચાવ કામગીરી માટે કેરળ સરકારે લશ્કર, નૌકાદળ તથા હવાઈ દળની મદદ માગી છે. વરસાદી દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં 26 લોકોના ભોગ લેવાઈ ગ્યો છે. હજી ભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
આ ઉપરાંત અનેક ભેખડો ધસી પડવાના જુદા જુદા બનાવો સામે આવી રહ્યા છે . ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. સુત્રોએ કહ્યું છે કે, ઇડુક્કીમાં ભેખડો ધસી પડવાના બનાવોમાં 10 લોકોના, મલપ્પુરમમાં પાંચ, કન્નુરમાં બે, વાયનાડ જિલ્લામાં એકનું મોત થયું છે.
આ દરમ્યાન રાજ્યમાં 24 ડેમના દરવાજા ખુલ્લા કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ, ઇડુક્કી ડેમ વરસાદના કારણે ભરાઈ ગયો છે. 26 વર્ષ બાદ તેનો ગેટ ખોલવામાં આવ્યો છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યુ, ‘‘મુખ્યમંત્રી પિનારાયી વિજયન સાથે રાજ્યમાં પૂરની સ્થિતિને લઇ ચર્ચા કરાઇ છે. અરસગ્રસ્તોને સંભવિત મદદ કરવામાં આવશે. અમે આ ખરાબ પરિસ્થિતિમાં કેરળના લોકો સાથે ખભેથી ખભો મિલાવીને સાથ આપીશું.’’ રાહત કાર્ય માટે NDRFની ત્રણ ટીમો કામે તો લાગી જ છે. તો સલામતીનાં ભાગરૂપે પૂર પ્રભાવિત વિસ્તારોની શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી.