૧૫ દિવસ બાદ સુર્યનારાયણે દર્શન દેતા લોકો સાથે સરકારી તંત્રએ પણ રાહતનો શ્ર્વાસ લીધો તબાહીનું હૈયા કંપાવી દે તેવું ભયાનક ચિત્ર

સૌરાષ્ટ્રમાં સતત એક પખવાડીયાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન ગઈકાલે હવામાન વિભાગે વધુ ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી આપતા સૌરાષ્ટ્રવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા અને લોકોના મગજમાં એક જ વિચાર આવતા હતા કે શું સૌરાષ્ટ્રમાં આ વર્ષે જળપ્રલય થવા બેઠો છે. મેઘરાજાને ખમૈયા કરવા વિનવી રહેલા લોકોની આજીજી જાણે વ‚ણદેવે સ્વિકારી લીધી હોય તેમ અપરએર સાયકલોનીક સરકયુલેશન અને લો-પ્રેશર પાકિસ્તાન તરફ ફંટાઈ જતા સૌરાષ્ટ્ર પરથી જળપ્રલયની ખતરો ટળી ગયો છે. આજે એક પખવાડીયા બાદ ઉઘાડ નિકળતા અને સુર્યનારાયણે દર્શન દેતા લોકોએ રાહતનો શ્ર્વાસનો લીધો હતો.

સૌરાષ્ટ્રમાં ગત ૧૫મી જુલાઈથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ભારે તબાહી સર્જી દીધી હતી. અતિભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં હજારો લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. કરોડો રૂપિયાનું નુકસાન થયું છે અને અનેક લોકો બેઘર બન્યા છે. આકાશી આફત સામે કાળા માથાનો માનવી રિતસર લાચાર થઈ ગયો હતો. એક પછી એક સિસ્ટમો સક્રિય થતા એક પખવાડીયામાં મેઘરાજાએ સૌરાષ્ટ્રની રીતસર ધમરોળી નાખ્યું હતું. દરમિયાન ગઈકાલે વધુ બે સિસ્ટમો સક્રિય થતા ભારે વરસાદની આગાહી આપવામાં આવતા લોકોના મનમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. જો કે ગઈકાલ સાંજથી સિસ્ટમ ધીરે-ધીરે વિખાવા લાગી હતી અને આજે બંને સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ ગઈ હતી. આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઉઘાડ નિકળ્યો છે અને એક પખવાડીયા બાદ સુર્યનારાયણે દર્શન દેતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની કોઈ જ શકયતા નથી. છુટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા વરસી શકે છે.

યે જિંદગી હૈ….

મેઘરાજા મનમુકીને વરસ્યા છે ત્યારે, આ દ્રશ્ય છે ગમતીલા ગામડાઓનું… જ્યાં જિંદગી ખીલી ઉઠી હોય તેમ પ્રકૃતિને માણી રહી છે…

યે ભી જિંદગી હૈ….

મેઘરાજા કોપાયમાન થયા છે ત્યારે, આ દ્રશ્ય છે સ્માર્ટ સિટીનું…જ્યાં જિંદગી રૂઠી રૂઠી હોય તેમ પ્રકૃતિને માણવાનું ભૂલી, બચાવમાં ઝૂટી છે…

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.