સૌરાષ્ટ્રમાં રાજકોટ સૌથી ગરમ: રાજયમાં અમદાવાદનું તાપમાન સૌથી ઉંચુ: હવે ગરમીનો પ્રકોપ ઘટશે
વહેલી સવારે હવે આકાશમાં વાદળો બંધાવા લાગ્યા છે. સવારના સમયે પરસેવે રેબઝેબ કરી દેતા અસહ્ય ઉકળાટનો પણ અનુભવ થઈ રહ્યો છે. રાજયના નવ શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતુ. રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી ગરમ શહેર રહ્યું હતુ.
જયારે રાજયમાં સૌથી ઉંચુ તાપમાન અમદાવાદનું નોંધાયું હતુ. આગામી દિવસોમાં હવે ક્રમશ: ગરમીનું જોર ઘટશે.હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર હવે રાજયમાં પ્રિ-મોનસુન એકિટવીટી શરૂ થવાની તૈયારીમાં છે. આજે સવારના સમયે આકાશમાં વાદળોનો જમાવડો જોવા મળ્યો હતો.જેના કારણે ઉકળાટનો અહેસાસ થતો હતો હજી એકાદ બે દિવસ તાપમાનો પારો થોડો ઉંચો રહેશે સોમવારથી ગરમીનું જોર ઘટશે.
શુક્રવારે અમદાવાદનું તાપમાન 43.6 ડિગ્રી, ડિસાનું તાપામન 42.4 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 43 ડિગ્રી વલ્લભ વિધાનગરનું તાપમાન 40.8 ડિગ્રી, વડોદરાનું તાપમાન 41.6 ડિગ્રી, ભૂજનું તાપમાન 39.5 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 41.3 ડિગ્રી, અમરેલીનું તાપમાન 42 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 39.7 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 34.4 ડિગ્રી રાજકોટનું તાપમાન 42.9 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 42.8 ડિગ્રી અને જૂનાગઢનું તાપમાન 39.2 ડિગ્રી નોંધાયું હતુ.
આ વર્ષે ચોમાસાનું આગમન નિર્ધારીત સમય કરતા થોડુ વહેલુ થઈ જવાની સંભાવના રહેલી છે. ત્યારે હવે પ્રિ. મોનસુન એકિટવીટી શરૂ થાય તેવું વાતાવરણ જોવા મળ્યું છે. આજે સવારે આકાશમાં વાદળો જોવા મળ્યા હતા.