હિમાચલ, જમ્મુ-કાશ્મીરમાંથી બુધવારે ત્રણ ભયજનક ઘટના સામે આવી છે. અહીં વાદળ ફાટવાને લીધે ૧૩ લોકોના મોત થયા છે અને ૪૦ લોકો ગુમ છે. છેલ્લા એક સપ્તાહની વાત કરીએ વાદળ ફાટવા અને ભારે વરસાદ બાદ ભૂસ્ખલનથી સર્જાયેલી ઘટનાઓમાં ૧૨૨ લોકોએ જીવ ગુમાવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં કિશ્તવાડના હોંજર ડચ્ચન ગામમાં વાદળ ફાટવાના સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી પ્રમાણે, ઘટનામાં ૪ લોકોનાં મોત થયાં છે અને ૩૦ થી ૪૦ લોકો ગુમ થયા છે.
ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી માટે પોલીસ અને સેનાના જવાનોને ઘટનાસ્થળે પહોંચવા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘાયલોને હવાઇ માર્ગે રેસ્ક્યૂ કરવા એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે. હિમાચલ પ્રદેશમાં અચાનક આવેલા પૂરમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ૯થી વધુ લોકો ગુમ થયા છે. લાહૌલ-સ્પિતિ જિલ્લાના ઉદયપુરમાં મંગળવારની રાત્રે આઠ વાગ્યે આ ઘટના થઇ હતી. અધિકારીએ જણાવ્યું હતું કે વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવી ગયું.