સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જળપ્રલય જેવી સ્થિતિ: હજ્જારો લોકોનું સ્થળાંતર : અતિભારે વરસાદના કારણે નદીઓ ભયજનક સપાટીએ: એનડીઆરએફ અને એરફોર્સની ટીમો સતત રાહત બચાવની કામગીરીમા
સુરતના માંગરોળમાં ૧૮ ઈંચ, વલસાડના કપરાડામાં ૧૫ ઈંચ, ભચના હાંસોટમાં
૧૪ ઈંચ, ડેડીયાપાડામાં ૧૦ ઈંચ, વડીયા-માંડવી-કવાંટ-સુબીર-સોનગઢમાં અનરાધાર ૮ ઈંચ વરસાદ: હજુ પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
સવારે ૨ કલાકમાં નવસારીના વાસંદામાં ૬ ઈંચ, ડાંગના વઘઈ અને આહવામાં ૨-૨ ઈંચ વરસાદ ખાબકયા
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર હવે કહેરમાં પરિવર્તીત થઈ રહી છે. મેઘપ્રલયના કારણે હજ્જારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે. એનડીઆરએફ અને એરફોર્સની ટીમો સતત તૈનાત છે. સુરતના ઉમરપાડામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૮૭ મીમી એટલે કે, ૨૩॥ ઈંચ જેટલો વરસાદ વરસી જતાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ જવા પામી છે. આજે સવારે નવસારીના વાસંદામાં ૨ કલાકમાં સુપડાધારે ૬ ઈંચ વરસાદ વરસી ગયો હતો. આગામી પાંચ દિવસ સુધી હજુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૦ જિલ્લાના ૧૭૦ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. છેલ્લા ૨૪ કલાકમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં ૨૩॥ ઈંચ વરસાદ વરસી ગયો છે. આ ઉપરાંત જિલ્લાના બારડોલીમાં ૬૫ મીમી, ચોર્યાસીમાં ૪૧ મીમી, કામરેજમાં ૧૦૨ મીમી, મહુવામાં ૪૪ મીમી, માંડવીમાં ૨૦૨ મીમી, માંગરોળમાં ૪૫૧ મીમી, ઓલપાડમાં ૧૧૨ મીમી, પલાસણામાં ૪૧ મીમી, સુરત શહેરમાં ૫૯ મીમી વરસાદ પડયો છે. ભરૂચ જિલ્લાના અમોદમાં ૫૪ મીમી, અંકલેશ્ર્વરમાં ૧૩૦ મીમી, ભરૂચ શહેરમાં ૯૮ મીમી, હાનસોટમાં ૩૫૧ મીમી, જગડીયામાં ૩૧ મીમી, નેત્રાંગમાં ૧૪૩ મીમી, વાગરામાં ૪૨ મીમી, વલીયામાં ૨૦૩ મીમી, નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ૩૧૮ મીમી, ગુરૂડેશ્ર્વરમાં ૮૫ મીમી, નાડોદમાં ૧૪૯ મીમી, સાગબારામાં ૧૨૬ મીમી અને તિલકવાડામાં ૧૦૪ મીમી વરસાદ પડયો છે. તાપી જિલ્લાના નિજારમાં ૮૩ મીમી, સોનગઢમાં ૧૮૫ મીમી, ઉછાલમાં ૧૭૯ મીમી, વાલોદમાં ૫૫ મીમી, વ્યારામાં ૧૩૫ મીમી, ડોલવાણમાં ૪૯ મીમી, કુકરમુંડામાં ૭૩ મીમી, નવસારી જિલ્લાના ચિખલીમાં ૨૪ મીમી, ગણદેવીમાં ૩૦ મીમી, જલાલપોરમાં ૨૬ મીમી, ખેરગામમાં ૭૯ મીમી, નવસારીમાં ૩૦ મીમી, વાસંદામાં ૪૫ મીમી, વલસાડ જિલ્લાના ધરમપુરમાં ૧૧૫ મીમી, કપરાડામાં ૩૬૩ મીમી, પારડીમાં ૯૫ મીમી, ઉમરગામમાં ૪૬ મીમી, વલસાડમાં ૪૩ મીમી અને વાપીમાં ૧૫૧ મીમી જ્યારે ડાંગ જિલ્લાના સુબીરમાં ૧૮૭ મીમી, વઘઈમાં ૧૦૦ મીમી અને ડાંગ આહવામાં ૯૬ મીમી જેટલો વરસાદ પડયો છે.
આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ડભોઈમાં ૧૪૭ મીમી, સાવલીમાં ૪૫ મીમી, ગલતેશ્ર્વરમાં ૫૫ મીમી, બોડેલીમાં ૯૬ મીમી, છોટાઉદેપુરમાં ૬૯ મીમી, જેતપુર પાવીમાં ૭૬ મીમી, નસવાડીમાં ૭૭ મીમી, કવાંટમાં ૨૦૧ મીમી, સનખેડામાં ૫૧ મીમી, ઘોંઘાબામાં ૬૨ મીમી, હાલોલમાં ૬૪ મીમી, જાંબુઘોડામાં ૧૧૯ મીમી, મોરવાહડફમાં ૭૮ મીમી, લુનાવાડામાં ૫૧ મીમી, ખાનપુરમાં ૪૦ મીમી, ગરબાડામાં ૬૬ મીમી વરસાદ પડયો છે.
સૌરાષ્ટ્રમાં રવિવારે ભાવનગર જિલ્લામાં હળવા ઝાપટાી લઈ ૨॥ ઈંચ સુધી વરસાદ પડયો હતો. અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લામાં હળવા ઝાપટા પડયા હતા. આજ સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ ૬૧.૫૫ મીમી વરસાદ વરસી ગયો હોવાનું નોંધાયું છે. સવારી રાજ્યના ૩૨ તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. સવારે ૬ થી ૮ સુધીના ૨ કલાકના સમયમાં નવસારીના વાસંદામાં અનરાધાર ૬ ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ડાંગના વઘઈ, આહવા, નવસારીના ગણદેવી, તાપીના ડોલવાણમાં ૧ થી ૧॥ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
મુંબઈમાં ચોમાસું અડધે પહોંચતા પહેલા વરસાદ ૧૨૦ ટકાએ પહોંચ્યો
મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂણે, નાસિક સહિત છ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો ત્યારે મુંબઈમાં સાર્વત્રિક જે સરેરાશ વરસાદ પડતો હોય છે તેની સરખામણીમાં ચોમાસું અડધે પહોંચતા જ વરસાદ ૧૨૦ ટકાએ પહોંચ્યો છે. સમગ્ર દેશમાં ભારે વરસાદનાં કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયેલું છે ત્યારે હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં વધુ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. શાળા-કોલેજો મહારાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં બંધ રાખવા તાકીદ પણ કરવામાં આવી છે. મુંબઇમાં સતત ૩૦ કલાકી વરસાદ પડી રહ્યો છે. ૨૪ કલાકમાં ૨૮૮ મિમી વરસાદ નોંધાયો. તેના લીધે સાંતાક્રૂઝ સહિત ૮ વિસ્તારોના ૪૦ લાખ લોકો પ્રભાવિત યા હતા. ટ્રેક પર પાણી ભરાઈ જતાં ૬ ટ્રેન રદ કરાઈ હતી. ૨૪ ટ્રેનોના રુટ બદલવામાં આવ્યા હતા અને ટ્રેનો મોડી પડી હતી. સાયન અને કુર્લા વચ્ચે રેલવે ટ્રેક ડૂબી જવાી ચાર રેલવે લાઈન પર સવારે સાડા સાત વાગ્યે બંધ રહી હતી. સમુદ્રમાં બીજા દિવસે ૧૬ ફૂટ ઊંચા મોજા ઊછળ્યાં હતાં. મીઠી નદી જોખમની સ્તરે વહી રહી હતી. આ વિસ્તારના ૪૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં રવિવારે પણ વરસાદનો કહેર જારી રહ્યો હતો. મુંબઈ અને કોંકણ ક્ષેત્રમાં રવિવારે મુસળધાર વરસાદને પગલે અનેક સ્થળે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. કુરલામાં ફસાયેલા ૪૦૦ લોકોને બચાવાયા હતા. પૂણેમાં એનડીઆરએફની ટીમે એક હોસ્પિટલમાંથી ૫૦ દર્દી અને સ્ટાફના લોકો સહિત ૨૦૦ લોકોને રેસ્ક્યુ કર્યા હતા. નાસિકમાં ગોદાવરી નદીમાં પુર આવતા કાંઠાના અનેક મંદિર ડૂબી ગયા છે. મુંબઈમાં કરંટ લાગવાી બે લોકો મૃત્યુ પામ્યા. ગોરેગાંવમાં લેન્ડસ્લાઈડી ૪ ઘવાયા હતા. થાણેમાં નેવી અને આર્મીના જવાનો બચાવ
કામગીરી કરી રહ્યાં છે. જ્યાં નંદુખડી ગામ અને પાલઘરી ૭૩ લોકોને એરલિફ્ટ કરાયા હતા. પૂણે અને થાણેમાં ૭૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘરમાં સોમવાર સુધી રેડ એલર્ટ જાહેર કર્યુ છે. લોકોને કહ્યું કે તે ઘરોથી ના નીકળે. મહારાષ્ટ્રમાં કૃષ્ણા નદી જોખમી સ્તરે વહેતા કર્ણાટકના ત્રણ જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું. મહારાષ્ટ્ર ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઇ હતી.