Abtak Media Google News
  • ભારે વરસાદના કારણે પોરબંદર જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક
  • શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર: સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ

પોરબંદર પંથકમાં હવામાન ખાતાએ આપેલી રેડ એલર્ટ વચ્ચે સમગ્ર જિલ્લામાં ઘનઘોર વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘાડંબર રચાયો હતો અને આજે સવાર સુધીમાં એટલે કે 24 કલાકમાં પોરબંદરમાં 17 ઈંચ જેટલો વરસાદ ખાબકતા જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થતિ સર્જાઈ છે. પોરબંદર તાલુકાના બરડા પંથકમાં ભારે વરસાદ ખાબકતા બરડા પંથકમાં વરસાદી પાણી નદીઓની જેમ વહેતા જોવા મળ્યા હતા.પોરબંદર શહેરના મુખ્ય એમ.જી.રોડ, છાંયા ચોકી રોડ, સુદામા ચોક સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. પોરબંદરના બરડા પંથકમાં રાત્રીના સમયે અતિભારે વરસાદ પડ્યો છે.ભેટકડી સહિતના આસપાસના વિસ્તારમાં જ્યાં જોવો ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને લઈને ભેટકડી નયડ સિમ વિસ્તાર સર્વત્ર પાણી પાણી થઇ ગયો છે.વાડીખેતરો બેટમાં ફેરવાયા અને ખેડૂતોના ઘર સુધી પાણીનો પ્રવાહ પહોંચ્યો છે. પોરબંદર અતિભારે પવન સાથે ભારે વરસાદની સાથે અનેક વૃક્ષો જમીનદોસ્ત થતાં રસ્તાઓ બ્લોક થયા હતા . પોરબંદરમાં ભારે વરસાદ વચ્ચે વૃક્ષો ધરાશાયી થતાં ફાયર બ્રિગેડ દ્વારા દૂર કરવામાં આવ્યા છે. શહેરમાં 15થી વધુ વૃક્ષો બ્રિગેડ ટીમ દ્વારા દૂર કરી રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા છે. પોરબંદર ભારે વરસાદના પગલે ખેતરો પાણીમાં ગરકાવ મકાનોમાં પાણી ઘૂસતા લોકો લાચાર બન્યા છે. પોરબંદરના ગ્રામ્ય પંથકમાંથી 11 લોકોના કરાયા રેસ્ક્યુ કરાયા છે. ભારવાડા ગામના વાડી વિસ્તારમાંથી 7 બગવદર કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તાર માંથી 2 , મહેર સમાજ રાણાવાવમાંથી 2 સહિત ટોટલ 11 લોકોનું રેસ્ક્યુ કરાયા છે. પોરબંદર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તમામ લોકોને રેસ્કયું કરવામાં આવ્યા છે.

 વાડીખેતરોઘર બેટમાં ફેરવાયા

પોરબંદરના બરડા પંથકમાં રાત્રીના સમયે અતિભારે વરસાદ પડ્યો છે.ભેટકડી સહિતના આસપાસના વિસ્તારમાં જ્યાં જોવો ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદને લઈને ભેટકડી નયડ સિમ વિસ્તાર સર્વત્ર પાણી પાણી થઇ ગયો છે.વાડીખેતરો બેટમાં ફેરવાયા અને ખેડૂતોના ઘર સુધી પાણીનો પ્રવાહ પહોંચ્યો છે.

 પોરબંદર 24 કલાકમાં 14 ઈંચ સવારમાં બે કલાકમાં 3 ઈંચ

પોરબંદરમાં મેઘરાજાએ મનમુકીને હેત વર્ષાવતા 24 કલાકમાં 14 ઈંચ બાદ આજે સવારમાં બે કલાકમાં વધુ 3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પોરબંદરના ગ્રામ્ય પંથક રાણાવાવકુતિયાણા સહિતના વિસ્તારો જળબંબાકાર થયા છે અને ખેતરોમાંથી પાણી મકાનોમાં ઘુસી ચુક્યા છે. સવારથી મેઘાવી માહોલ સર્જાયો છે. અને હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

 ભારે વરસાદના કારણે પોરબંદરથી દોડતી ટ્રેનોને અસર

  • વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદરકાનલુસ સેક્શનમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઈ છે. ટ્રેન નંબર 12949 પોરબંદરસંતરાગાચી સુપરફાસ્ટ ટ્રેન આજે સવારે 9.10 વાગ્યાના નિર્ધારિત સમયને બદલે 6 કલાક મોડી એટલે કે 15.10 કલાકે દોડશે.ગાંધીનગર કેપિટલવેરાવળ એક્સપ્રેસ ટ્રેન આજે તેના નિર્ધારિત સમય 10.30 કલાકને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11.30 કલાકે ઉપડશે.
  •  ટ્રેન નંબર 19571 રાજકોટપોરબંદર એક્સપ્રેસ ટ્રેન આજે  જેતલસર સ્ટેશન પર ટૂંકી થશે.  આમ ટ્રેન જેતલસરપોરબંદરવચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  • રાજકોટપોરબંદર એક્સપ્રેસ ટ્રેન આજે પોરબંદરને બદલે જેતલસર સ્ટેશનથી દોડશે.  આમ ટ્રેન પોરબંદરજેતલસર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  •  ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લાપોરબંદર એક્સપ્રેસ ટ્રેન આજે ના રોજ ભાણવડ સ્ટેશન પર ટૂંકી થશે.
  •  ટ્રેન નંબર 09550/09549 પોરબંદરભાણવડપોરબંદર ટ્રેન આજે  સંપૂર્ણપણે રદ કરાય છે. ટ્રેન નંબર 09565/09568 પોરબંદરભાવનગરપોરબંદર ટ્રેન આજે સંપૂર્ણપણે રદ રહેશે. ટ્રેન નંબર 09516/09515 પોરબંદરકાનાલુસપોરબંદર ટ્રેન આજે  સંપૂર્ણપણે રદ રહેશે.
  •  રેલવે પ્રશાસન મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે.  ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લઈ શકે છે.

 તંત્રના પાપે આખું શહેર પાણીપાણી: ક્ધટ્રોલ રૂમના ડબલા પણ બંધ

પોરબંદર શહેરમાં ગઈકાલ બપોર થી આજે સવારે વાગ્યા સુધીમાં લગભગ 16 જેટલો વરસાદ પડી જતા વેચાણવાળા વિસ્તારોના ઘરોમાં ચાર ફૂટ કરતા પણ વધારે પાણી ઘૂસી ગયા છે ત્યારે તંત્રની નિષ્ક્રિયતાને કારણે લોકોને હાલત કફોડી બની છે. પોરબંદર શહેરમાં ઘણા દિવસોના વિરામ બાદ ગઈકાલે બપોરે 12 વાગ્યાથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જેમાં દિવસ દરમિયાન ચારથી પાંચ ઇંચ વરસાદ પડ્યા બાદ સમગ્ર રાત્રી દરમિયાન લગભગ 10 થી 11 ઇંચ વરસાદ પડી જતા શહેરના રાજીવ નગર અને પરેશ નગર સહિતના વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા મોટા પ્રમાણમાં

ઘરવખરીને નુકસાન થયું છે ખાસ કરીને વિસ્તારમાં કામ ચાલી રહ્યું છે જેમાં કુંવર બેદરકારી દાખવામાં આવતી હોવાથી ગટરો બ્લોક થઈ છે અને તેના કારણે વિસ્તારમાં પાણી ભરાઈ આવવાના સ્થાને કોઈ આક્ષેપ કર્યા છે તો બીજી તરફ આવા કપડાં સમયે કંટ્રોલ રૂમનો લેન્ડલાઈન ફોન નંબર 22 20 800 પણ સતત બંધ આવતો હતો ત્યારે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા વિસ્તારોમાં લોકોના ઘરમાં ત્રણથી ચાર ફૂટ જેટલા પાણી ઘૂસી ગયા છે જેના કારણે લાખો રૂપિયાની કિંમતની ઘરવખરીઓ ને નુકસાન થયું છે તો બીજી તરફ વહીવટી તંત્ર કે સ્થાનિક

 સુધારી સભ્યો પણ લોકોના જવાબ ના આપતા હોવાના અને ફોન પણ ઉપાડતા હોવાની ફરિયાદો ઉઠી હતી ત્યારે ખાસ કરીને અબ તક ના પોરબંદરના બ્યુરો ચીફ અશોક શાંતિ સહિતની અમારી ચાલુ વર્ષ સાથે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ લોકો માટે શક્ય મદદ કરી હતી ખાસ કરીને વિસ્તારમાં બીમાર માણસો ફસાયા હતા તેમને કાઢવા માટે પણ અમારી ટીમ મદદ રૂપ બની હતી જોકે નગરપાલિકાના મહિલા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સમગ્ર રાત્રે દરમિયાન સતત જાગતા રહ્યા હતા અને લોકોની મુશ્કેલી હળવી થાય તે માટે પ્રયત્નશીલ રહ્યા હતા જેમાં વહેલી સવારે રાજીવ નગર અને પરેશ નગર સહિતના વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે ત્યાં નજીકમાં આવેલ એક પારો તોડવા સહિતની વ્યવસ્થાઓ ડોક્ટર ચેતનાબેન તિવારીએ કરી આપી હતી

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.