પોરબંદરમાં ૫, રાણાવાવમાં ૪, રાજકોટ-ઉપલેટા-પડધરીમાં ૩ ઈંચ વરસાદ: સવારી મેઘાવી માહોલ
મેઘરાજાની ચાતક નજરે રાહ જોતા સૌરાષ્ટ્રવાસીઓના હૈયે ટાઢક વળી છે. ગુ‚વારે સૌરાષ્ટ્રમાં સાર્વત્રીક મેઘ મલ્હાર જોવા મળી હતી. જેમાં હળવા ઝાપટાી માંડી ૫ ઈંચ સુધી વરસાદ પડી રહ્યો હતો. પોરબંદરમાં સૌી વધુ ૫ ઈંચ વરસાદ ખાબકયો હતો તો રાણાવાવમાં ૪, રાજકોટ, ઉપલેટા અને પડધરીમાં ૩ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. સવારી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં દ્વારકાી કચ્છ સુધી લો-પ્રેસર હોવાના કારણે આજે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યાનુસાર દ્વારકાી કચ્છ સુધી અરબી સમુદ્રમાં લો-પ્રેસર સર્જાયું છે. જેની અસરતળે આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના રહેલી છે. જયારે અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે. લો-પ્રેસરની અસરતળે સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના રહેલી છે. આજે સવારે પુરા તા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજકોટ જિલ્લામાં ધોરાજીમાં ૩૦ મીમી, ગોંડલમાં ૨૦ મીમી, જેતપુરમાં ૧૫ મીમી, કોટડા સાંગાણીમાં ૩૩ મીમી, લોધીકામાં ૨૨ મીમી, ઉપલેટામાં ૮૦ મીમી, રાજકોટમાં ૭૧ મીમી, પડધરીમાં ૭૨ મીમી, પોરબંદર જિલ્લામાં પોરબંદર શહેરમાં ૧૨૭ મીમી, રાણાવાવમાં ૯૨ મીમી, કુતિયાણામાં ૫૮ મીમી,જામનગર જિલ્લામાં ધ્રોલમાં ૩૫ મીમી, જામજોધપુરમાં ૩૦ મીમી, જામનગરમાં ૩૦ મીમી, જોડીયામાં ૩૩ મીમી, કાલાવડમાં ૧૦ મીમી, લાલપુરમાં ૪૬ મીમી, જૂનાગઢ જિલ્લામાં ભેંસાણમાં ૨૪ મીમી, જૂનાગઢમાં ૧૬ મીમી, કેશોદમાં ૧૩ મીમી, માળીયામાં ૩૩ મીમી, માંગરોળમાં ૨૧ મીમી, માણાવદરમાં ૩૧ મીમી, વંલીમાં ૪૦ મીમી, વિસાવદરમાં ૩૧ મીમી, સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણમાં ૨૫ મીમી, સાયલામાં ૨૫ મીમી, ચુડામાં ૧૨ મીમી, સોમના ગીર જિલ્લામાં વેરાવળમાં ૨૨ મીમી, સુત્રાપાડામાં ૪૫ મીમી, કોડીનારમાં ૩૦ મીમી, ઉનામાં ૨૦ મીમી અને ગીરગઢડામાં ૨૦ મીમી વરસાદ વરસ્યો હતો.આજે સવારી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ વચ્ચે ક્યાંય ધીંગી ધારે તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. સર્વત્ર વાવણીલાયક વરસાદી જગતાંતમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
દ્વારકાી કચ્છ સુધી અરબી સમુદ્રમાં લો-પ્રેસર: આજે ભારે વરસાદની આગાહી: અમુક સ્ળોએ અતિ ભારે વરસાદ પણ વરસી શકે
ખોડાપીપરમાં ૧૪, આજી-૩માં ૧૨ અને મીણસાર ડેમમાં ૧૦ ફૂટ પાણીની આવક સૌરાષ્ટ્રમાં મેઘમહેર બાદ જળાશયોમાં નવા નીરની આવક તાં લોકોમાં ભારે ખુશાલી