સવારથી ધીમીધારે હેત વરસાવતાં મેઘરાજા: ૧૫૦ ફુટ રીંગ રોડ, ગોંડલ રોડ ચોકડી, ટાગોર રોડ, યાજ્ઞિક રોડ, યુનિવર્સિટી રોડ સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાયા: ગોંડલ બ્રિજ નજીક વૃક્ષ ધરાશાયી: વાતાવરણમાં ભારે ઠંડક
વલસાડનાં કપરાડામાં ૫, પારડીમાં ૩, ધરમપુરમાં ૨॥ઈંચ અને ધ્રોલમાં પોણા બે ઈંચ વરસાદ: સવારથી રાજયનાં ૧૫૫ તાલુકાઓમાં મેઘમહેર
સૌરાષ્ટ્રમાં આજે મધ્યમ વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી રાજકોટ સહિતનાં જિલ્લાઓમાં મેઘરાજા ધીમીધારે હેત વરસાવી રહ્યાં છે. રાજકોટમાં બપોર સુધીમાં ૨ ઈંચ વરસાદ પડી ગયો છે. આ સાથે મોસમનો કુલ ૧૧॥ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સામાન્ય વરસાદે પણ કોર્પોરેશનની કહેવાતી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. સમગ્ર સૌરાષ્ટ્રમાં સવારથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો હોવાનાં અહેવાલો મળી રહ્યા છે. બપોર સુધીમાં રાજયનાં ૨૧૫ તાલુકાઓમાં વરસાદ પડયો છે. વરસાદનાં કારણે લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો છે અને વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી જવા પામી છે.
મધ્યપ્રદેશમાં સાયકલોનીક સરકયુલેશનનાં કારણે આજે ઉતર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જયારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વચ્ચે આજે સવારથી રાજકોટ સહિતનાં જિલ્લાઓમાં મેઘકૃપા ચાલુ છે. સવારે રાજકોટમાં એક જોરદાર ઝાપટુ પડયા બાદ ૯:૦૦ વાગ્યાથી સતત ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં જિલ્લા કંટ્રોલ રૂમનાં રેકોર્ડ પર શહેરનાં ૫૨ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આ સાથે મોસમનો કુલ ૨૮૭ મીમી એટલે કે ૧૧॥ઈંચ જેટલો વરસાદ પડયો છે. મહાપાલિકાની ફાયર બ્રિગેડનાં ચોપડે શહેરનાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં બપોર સુધીમાં ૩૯ મીમી એટલે દોઢ ઈંચથી વધુ જેટલો વરસાદ પડયો છે. અહીં મોસમનો કુલ ૨૫૩ મીમી વરસાદ પડયાનું નોંધાયું છે. ન્યુ રાજકોટમાં ૪૪ મીમી સાથે મોસમનો કુલ ૨૬૪ મીમી વરસાદ વરસ્યો હોવાનું નોંધાયું છે. જયારે સામાકાંઠા વિસ્તારમાં સૌથી વધુ ૪૭ મીમી વરસાદ પડયો છે. અહીં મોસમનો કુલ ૨૩૬ મીમી વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સામાન્ય વરસાદમાં પણ શહેરનાં નિચાણવાળા વિસ્તારો જેવા કે ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ટાગોર રોડ, ગોંડલ રોડ, યાજ્ઞિક રોડ સહિતનાં વિસ્તારોમાં વરસાદનાં પાણી ભરાયા હતા. વોર્ડ નં.૧માં ઈન્દિરાનગરમાં રાધિકા પાન નજીકનાં વિસ્તારમાં વરસાદનાં પાણી ભરાયા હોવાની ફરિયાદ કોર્પોરેશનનાં કોલ સેન્ટરમાં નોંધાયી છે. ગોંડલ રોડ ઓવરબ્રિજનાં છેડે ડિ-માર્ટ નજીક એક વૃક્ષ ધરાશાયી થયું હતું. આ લખાય રહ્યું છે ત્યારે શહેરમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.
બપોરે ૨:૦૦ વાગ્યા સુધીમાં રાજકોટ જિલ્લાનાં કોટડાસાંગાણીમાં ૪ મીમી, જામકંડોરણામાં ૩ મીમી, પડધરીમાં ૨૬ મીમી, રાજકોટ ગ્રામ્યમાં ૬૦ મીમી, લોધીકામાં ૭ મીમી, વિંછીયામાં ૪ મીમી વરસાદ પડયો છે. બપોર સુધીમાં રાજયનાં ૧૫૫ તાલુકાઓમાં વરસાદ પડયો છે.
વલસાડનાં કપરાડામાં ૫ ઈંચ, ધરમપુરમાં અઢી ઈંચ, પારડીમાં ત્રણઈંચ, જામનગરનાં ધ્રોલમાં પોણા બે ઈંચ, ભરૂચનાં અમોદ, સુરેન્દ્રનગરનાં ચોટીલા, વલસાડમાં સવા ઈંચ, ડાંગ, ખેરગામ, વઘઈ, વાપી, રાધનપુર, નાડોદ, પડધરી, વિરમગામ, ભાભરમાં ૧ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.
આજે ઉત્તર ગુજરાત-કચ્છમાં ભારે, સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની સંભાવના
લો-પ્રેશર ઝારખંડમાં વિસર્જીત છતાં ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને તેને લાગુ મધ્ય રાજસનમાં સાયકલોનિક સકર્યુલેશન સાથે મોન્સુન ટ્રફ પણ સક્રિય હોય રાજ્યમાં ચાર દિવસ મેઘાવી માહોલ રહેશે: ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં મજબૂત સાયકલોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે, આગામી સપ્તાહે રાજ્યમાં ભારે વરસાદના યોગ
એક સાથે બે-બે સીસ્ટમો સક્રિય થતા રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. લો-પ્રેસર ઝારખંડમાં વિસર્જીત થઈ ગયું છે. જો કે, ઉત્તર-પૂર્વ મધ્યપ્રદેશ અને તેને લાગુ મધ્ય રાજસનમાં સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય છે. સાથે સાથે મોન્સુન ટ્રફ સાઉ વર્ડ તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે આજે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની જ્યારે સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં એક મજબૂત સાયકલોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જે ૩૧મી જુલાઈ આસપાસ લો-પ્રેસરમાં પરિવર્તીત થશે જેનો સૌથી વધુ લાભ ગુજરાતને મળે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે. આગામી સપ્તાહે રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર ઉત્તર-પશ્ર્ચિમ મધ્યપ્રદેશ અને તેની સો જોડાયેલા મધ્ય રાજસન પર દરિયાઈ સપાટીથી ૪.૫ કિ.મી.ની ઉંચાઈ પર સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જ્યારે બીકાનેર, જમસેદપુર સુધી ઓફ સોર ટ્રફ છે જેની અસરના કારણે આગામી ૨જી ઓગષ્ટ સુધી રાજ્યમાં મધ્યમી ભારે વરસાદની સંભાવના આપવામાં આવી છે. આજે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ ઉપરાંત કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત મહેસાણા, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. મધ્ય રાજસનનું સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, જામનગર અને મોરબી જિલ્લામાં વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, દ્વારકા, જામનગર, કચ્છમાં જ્યારે ૩૧મી જુલાઈએ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી ઉપરાંત દમણ, દાદરાનગર હવેલી. ૧લી ઓગષ્ટે આણંદ, બનાસકાંઠા, વલસાડ, નવસારી, ડાંગ અને દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજ્યમાં સાર્વત્રીક અને ભારે વરસાદ આપતી લો-પ્રેસરની સીસ્ટમ ઝારખંડ તરફ ફંટાઈ સંપૂર્ણપર્ણે વિસર્જીત થવા પામી છે. પરંતુ સાયકલોનિક સર્ક્યુલેશન સો મોન્સુન ટ્રફ પણ સક્રિય હોવાના કારણે પાંચ દિવસ વરસાદથી વાતાવરણ યથાવત રહેશે. બીજી તરફ ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં મજબૂત સાયકલોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે. જે ૩૧મી જુલાઈએ લો-પ્રેસરમાં પરિવર્તીત થશે જેની અસરતળે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની શકયતા વ્યકત કરાઈ છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૩ જિલ્લાના ૧૬૮ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વાવમાં ૨૩૦ મીમી એટલે કે, ૯ ઈંચ જેટલો વરસી ગયો છે. આજે સવારથી સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત, મધ્યમ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આજ સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ ૩૪ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.
ભાદર સહિતના ૭ જળાશયોમાં પાણીની આવક
સૌરાષ્ટ્રમાં ગઈકાલે રવિવારે હળવા ઝાપટાથી લઈ સવા ઈંચ સુધી વરસાદ પડયો હતો જેના કારણે ૭ જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવું ૦.૦૭ ફૂટ પાણી આવતા ડેમની સપાટી ૧૨.૬૦ ફૂટે પહોંચી જવા પામી છે. આજી-૨ ડેમમાં ૦.૧૬ ફૂટ, ડેમમાં ૦.૩૩ ફૂટ, મોરબી જિલ્લાના મચ્છુ-૧ ડેમમાં ૦.૬૬ ફૂટ, મચ્છુ-૨માં ૦.૨૯ ફૂટ, બ્રાહ્મણી ડેમમાં ૦.૨૩ ફૂટ તા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો-૨ (ધોળીધજા) ડેમમાં અડધો પૂટ પાણીની આવક થવા પામી છે.