અનરાધાર કૃપા વરસાવ્યા બાદ મેઘરાજાએ સમયસર વિરામ લેતા ખેડૂતોમાં રાજીપો
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં સતત 1ર દિવસ સુધી અનરાધાર હેત વરસાવ્યા બાદ મેઘરાજાએ રવિવારે વિરામ લેતા જગતાત ખેતી કાર્યમાં પરવાય ગયો છે. મોલાત પર કાચુ સોની વરસ્યા બાદ હવે વરાપ નીકળ્યો છે. ખેડૂતોમાં ભારે રાજીપો જોવા મળી રહ્યો છે. ધાન્યના ઢગલા થશે તેવી આશા સેવાય રહી છે. સૌરાષ્ટ્રમાં રવિવારે છુટાછવાયાા વિસ્તારોમાં હળવા ઝાપડા પડયા હતા. એકંદરે મેઘ વિરામ જેવો માહોલ રહ્યો હતો. ખેડૂતો હવે પુરજોશમાં ખેતી કાર્યમાં મશગુલ બની ગયો છે.
આજે સવારે પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન રાજયનાં 33 પૈકી 3ર જીલ્લાના 1પપ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ 3 ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રમાં એકંદરે મેઘ વિરામ જેવો માહોલ રહ્યો હતો શનિવાર બપોર બાદ મેઘાએ વિરામ લેતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે. સારા વરસાદ હવે સારો વરાપ નીકળતા આ વખતે પાણી અને પાકનું ચિત્ર ખુબ જ ઉજળું છે.
સુરેન્દ્રનગર અને ભાવનગર જીલ્લાને બાદ કરતાં સૌરાષ્ટ્રના તમામ નવ જીલ્લામાં સંતોષકારક વરસાદ વરસી ગયો છે. સુરેન્દ્રનગર જીલ્લામાં 38.18 ટકા, રાજકોટ જીલ્લામાં 52.48 ટકા, મોરબી જીલ્લામાં 53.13 ટકા, જામનગર જીલ્લામાં 59.88 ટકા, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં 59.25 ટકા, પોરબંદર જીલ્લામાં 81.03 ટકા, જુનાગઢ જીલ્લામાં 70.44 ટકા, અમરેલી જીલ્લામાં 52.0 ટકા, ભાવનગર જીલ્લામાં 39.4 ટકા અને બોટાદ જીલ્લામાં 57.4 ટકા વરસાદ પડયો હતો. ગુજરાતમાં સરેરાશ 57.24 ટકા વરસાદ વરસી ગયો છે.
સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા પંથકમાં 44 ઇંચ અર્થાત 123.3 ટકા જયારે સૌથી ઓછો વરસાદ રાજકોટે જીલ્લાના વીંછીયા પંથકમાં માત્ર 4ાા ઇંચ એટલે કે 20.84 ટકા વરસાદ વરસ્યો છે. મેઘ રાજા કચ્છ પર થોડા વધુ ઓળધોળ છે. કચ્છમાં સીઝનનો 103.44 ટકા વરસાદ પડી ગયો છે.
સતત 12.12 દિવસ સુધી અનરાધાર હેત વરસાવ્યા બાદ મેઘરાજાએ સમયસર વિરામ લીધો છે. અને સારો વરાપ નીકળતા ખેડૂતો ફરી એકવાર ઉત્સાહ સાથે ખેતી કામમાં પરાવાય ગયા છે. હજી એકાદ સપ્તાહ સુધી મેઘ વિરામ રહેશે. ત્યારબાદ ફરી સાર્વત્રિત વરસાદ પડે તેવી સિસ્ટમ બનશે.
મેઘાનું જોર ઘટયું: 155 તાલુકાઓમાં 3 ઇંચ સુધી વરસાદ
રાજયમાં રવિવારે મેઘરાજાએ પણ આંશીક રજા રાખી હતી. મેઘરાજાનું જોર ઘટી ગયું છે. આજે સવારે પુરા થતા છેલ્લા ર4 કલાક દરમિયાન 3ર જીલ્લાના 1પપ તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ 3 ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. સાર્વત્રિક વરસાદ આવે તેવી કોઇ જ સિસ્કમ હાલ એકિટવ નથી એકાદ સપ્તાહ મેઘવિરામ જેવો માહોલ રહેશે રાજયમાં 57.24 ટકા વરસાદ પડી ગયો છે. કચ્છ રિજીયનમાં 103.44 ટકા, ઉતર ગુજરાતમાં 32.40, પૂર્વ-સેન્ટરલ ગુજરાતમાં 44.82 ટકા, સૌરાષ્ટ્રમાં 57.46 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 72.89 ટકા વરસાદ પડીગયો છે.
છલકાતા નદી નાળાથી 16 જળાશયોમાં પાણીની આવક
રાજયમાં રવિવારે મેઘરાજાએ વિરામ લીધો છે. દરમિયાન સતત છલકી રહેલા નદી-નાળાઓના કારણે જળાશયોમાં પાણીની આવક સતત ચાલુ છે. સવાર પુરા થતાં છેલ્લા ર4 કલાક દરમિયાન 16 જળાશયોમાં નવા પાણીની આવક થવા પામી છે. વેણુ-ર માં 0.49 ફુટ, ન્યારી-1 ડેમમાં 0.16 ઇંચ, કરમાળમાં 0.33 ટકા, મચ્છુ-1 માં 0.30ફુટ, મચ્છુ-ર માં 0.30 ફુટ, ડેમી-ર માં 0.33 ફુટ, ફુલઝર-ર માં 0.66 ફુટ, ડાઇમીણસમાં 0.59 ફુટ, ફુલઝર (કોબા)માં 0.62 ફુટ, પાણીની આવક થવા પામી છે. રાજકોટ જીલ્લાના ર7 જળાશયોમાં 59.29 ટકા પાણી સંગ્રહિત છે.
ગોંડલની જીવાદોરી વેરી તળાવ ઓવરફલો: શહેરીજનો ખુશખુશાલ
ગોંડલ નાં સ્વપ્નદર્ષ્ટા મહારાજા સર ભગવતસિહ નાં સંભારણા રુપ સો વર્ષ થી જુના અને શહેર ની જીવાદોરી સમા વેરીતળાવ વહેલી સવારે ઓવરફલો થતા નગર પાલીકા પ્રમુખ ભાવનાબેન રૈયાણી, ઉપપ્રમુખ ગૌતમભાઇ સિંધવ, કારોબારી અધ્યક્ષ ઓમદેવસિંહ જાડેજા ઉપરાંત અક્ષર મંદિર નાં સંતો સહિત સદસ્યો એ એ પુષ્વૃષ્ટી કરી નીર ના વધામણા કર્યા હતા.