ફેશનજગતમાં દરેક ફેશન એક નવાં રંગરૂપ સો રિવાઈન્ડ તી રહેતી હોય છે. તેની માગ પણ ફેશનચાહકોમાં હંમેશાં રહેતી હોય છે. હવે જોવા જઈએ તો બાંધણી, બ્લોક પ્રિન્ટિંગ અને ટાઈ એન્ડ ડાઈની ફેશન વર્ષોજૂની છે. જેને લોકો હંમેશાં પસંદ કરતા હોય છે. હવે આ એવરગ્રીન કહેવાતી પરંપરાગત કળામાંી જો ટાઈ એન્ડ ડાઈની વાત કરીએ તો તેનો ઇતિહાસ લગભગ ૪૦૦ વર્ષી પણ વધારે જૂનો છે. જેનો ઉપયોગ માત્ર આઉટફિટ બનાવવા માટે જ નહીં પણ ઘરવપરાશની વિવિધ વસ્તુઓને સુંદર બનાવવા માટે પણ ઈ શકે છે.

એવરગ્રીન ટાઈ એન્ડ ડાઈની ફેશન

ફેશનના ચાહકો હંમેશાં ધ્યાન રાખતા હોય છે કે પોતે કરેલી ફેશન એકદમ યુનિક હોય. જેના માટે તેઓ ડિઝાઈન અને પેટર્નની સો ફેબ્રિકનું પણ એટલું જ ધ્યાન રાખતા હોય છે. આજકાલ લોકો ટાઈ એન્ડ ડાઈનાં કપડાં વધુ પસંદ કરી રહ્યા છે. ટાઈ એન્ડ ડાઈ રેયોન અને કોટન કાપડ ઉપર ઘણું સારું રહે છે. જેમાં આજે કુરતી, ટોપ્સ અને પલાઝોની ફેશન ઇન છે.

કલરફુલ ટાઈ એન્ડ ડાઈ વિશે

વર્ષોજૂની આ કળા ભારતમાં સૌી પહેલાં જામનગરમાં જોવા મળી હતી. જે જયપુરમાં લહેરિયાના નામી જાણીતી બની. આ સિવાય પાકિસ્તાનમાંથી હિજરત કરીને આવેલા ખત્રી આ કળાને કચ્છમાં લઈને આવ્યા. આજે પણ ટાઈ એન્ડ ડાઈ માટે જામનગર, કચ્છ, જયપુર અને ઉદયપુર પ્રખ્યાત છે અને આ શહેરોમાંી જ ટાઈ એન્ડ ડાઈનું ફેબ્રિક દેશના વિવિધ પ્રદેશોમાં સપ્લાય થાય છે.

ટાઈ એન્ડ ડાઈ નવાં રંગરૂપ સો

પહેલાં ટાઈ એન્ડ ડાઈ કરવા માટે કાપડને અલગઅલગ રીતે બાંધી તેના પર શાકભાજી અવા કેમિકલ કલરી રંગવામાં આવતું. જ્યાં કાપડ બાંધેલું હોય તે જગ્યા કોરી રહેતી. તેી તે જગ્યાએ અલગ અલગ પેટર્ન ઉપસી આવતી. આ પેટર્ન તૈયાર કરવા અનાજ, સિક્કા, પેન્સિલ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો. તેનાી ટાઈ એન્ડ ડાઈની દરેક પેટર્ન અલગઅલગ જોવા મળે છે, પરંતુ હવે ટાઈ એન્ડ ડાઈ માટે નવીન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના લીધે હવે ટાઈ એન્ડ ડાઈનાં આઉટફિટ મલ્ટિ કલરમાં જોવા મળે છે. જે પરંપરાગત લુકને બદલે ટ્રેન્ડી લુક આપે છે. તેની પેટર્નમાં પણ વિવિધતા જોવા મળી રહી છે. ખાસ કરીને ટાઈ એન્ડ ડાઈ કોટન, મલ અને સિલ્ક કાપડ પર વધારે જોવા મળે છે.

ટાઈ એન્ડ ડાઈનો વિવિધ ઉપયોગ

હાલ કુરતી, ટોપ્સ અને પલાઝોની ફેશન ચાલી રહી છે. આ સિવાય ટાઈ એન્ડ ડાઈનો ઉપયોગ ડ્રેસ, સ્કર્ટ, બાળકોનાં કપડાં, સ્વેટર, ટીશર્ટ જેવાં કપડાં માટે પણ ઈ શકે છે. જેનાી એકદમ ડિફરન્ટ લુક મળી શકે છે. ઘરની વિવિધ વસ્તુઓ જેમ કે, કૂકિંગ માટે વપરાતાં ઍપ્રોન, વિવિધ એક્સેસરીઝ માટે તેમજ જુદીજુદી ડિઝાઈનની હેન્ડબેગ્સ માટે પણ ટાઈ એન્ડ ડાઈ ઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.