મોરબી સમાચાર
સિરામિક ઉદ્યોગમાં પ્રદુષણ ઓકતા પેટકોક વપરાશ પર પ્રદુષણ વિભાગ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં કેટલીક કંપની દ્વારા પેટકોકની વપરાશ કરતા હોવાનું સામે આવતા મોરબી જીલ્લાની જીપીસીબીની ઇન્ચાર્જ અધિકારી મહેન્દ્ર સોની અને તેની ટીમ દ્વારા ૬ જેટલી કેક્ટરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન આ કેક્ટરીમાં પ્રતિબંધિત કોલસા એવા પેટકોક નો વપરાશ મળી આવ્યો હતો, જે કેકટરીમાં પ્રતિબંધિત પેટકોક મળ્યું છે તેનું નામ સેમસંગ સિરામિક,સીલીકોન સિરામિક રીકોન સિરામિક, જેન્યુઇન સિરામિક ક્રિષ્ના વિજય સિરામિક, સિવાય ટેસકોટા ઇન્ડસ્ટ્રી સહીતની ફેક્ટરીના નામ ખુલ્ય હતા આ તમામ ફેક્ટરી ના સંચાલકોને જીપીસીબી દ્વારા પેટકોક વપરાશ બદલ કલોઝર નોટીસ કટકારી હતી તેમજ આ અંગેનો રીપોર્ટ ગાંધીનગર ખાતેની કચેરી દ્વારા રીપોર્ટ કરવામાં આવતા ગાંધીનગર કચેરી દ્વારા પણ દંડ કટકારવાની કામગીરી શરુ કરવામાં આવ્યું છે.
મોરબીમાં હજારોથી વધુ સિરામિક ફેક્ટરી આવેલી છે અને જેમાંથી કેટલીક કેક્ટરીના સંચાલકો ખર્ચ બચાવવા ખોટા રસ્તા અપનાવી રહ્યા છે અને પ્રતિબંધિત ચીજ વસ્તુઓનો ઇંધણ તરીકે વપરાશ કરવામાં આવતા હોય છે. ત્યારે તંત્ર આ મામલે જીપીસીબી સતત ચકાસણી ચાલુ રાખે અને એક્શન લે તેવી અપેક્ષા રાખવમાં આવી રહી છે.
ઋષિ મહેતા