પ્રોવિઝન સર્ટી., ડિગ્રી સર્ટીફીકેટ અને માર્કશીટમાં સુધારા સહિતની માહિતી ડિસ્પ્લે પર મળતી હતી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા ગયા નેક એક્રીડેશન વખતે KIOSK નામનું મશીન મુકવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને પ્રોવિઝન સર્ટી., ડિગ્રી સટીફેકેટ અને માર્કશીટમાં સુધારો સહિતની માહિતી પ્રદાન કરવામાં આવતી હતી. જો કે, ગયું નેકનું એક્રીડેશન પૂર્ણ તાંની સાથે જ મશીન બંધ કરી દેવામાં આવ્યું હતું અને હવે જયારે આવતા વર્ષે ૨૦૧૯ના સપ્ટેમ્બરમાં નેકનું એક્રીડેશન ફરી વખત આવી રહ્યું છે. ત્યારે મશીન ચાલુ કરવામાં આવે તો કોઈ જ નવાઈ નહીં.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને જુદી જુદી પ્રકારની માહિતી તેમજ ડિગ્રી સર્ટીફીકેટ, પ્રોવિઝન સર્ટીફીકેટ, એટેમ્પટ સર્ટીફીકેટ તેમજ અન્ય માહિતીઓ પ્રદાન કરવામાં આવતી હોય છે. જો કે, વિદ્યાર્થીઓની સવલત માટે KIOSK નામનું મશીન લગાવવામાં આવ્યું છે. આ મશીનની કામગીરી વિદ્યાર્થીઓનું પ્રોવિઝન સર્ટી. ડિગ્રી સર્ટીફીકેટ તેમજ માર્કશીટમાં સુધારા સહિત અનેક કામગીરી આ મશીનની ડિસ્પ્લે પર મળતી હતી. જો કે, નેકના એક્રીડેશન વખતે આ મશીન ચાલુ કરવામાં આવ્યું હતું.
ત્યારપછી અત્યાર સુધી આ મશીન બંધ હાલતમાં જ છે જેને લઈને વિદ્યાર્થીઓને ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે. ફરી વાર ૨૦૧૯માં નેક એક્રીડેશન આવવાનું હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એ-પ્લસ ગ્રેડ મેળવવા માટે અનેક તજવીજ હાથ ધરવામાં આવી છે અને આવતા સમયમાં આ મશીન ફરીવાર ચાલુ કરે તો કોઈ નવાઈની વાત નથી.