ત્રીજા દિવસે રાજકોટના તરવૈયાઓને ૨ ગોલ્ડ, ૩ સિલ્વર અને એક બ્રોન્ઝ સહિત ૬ મેડલ મેળવ્યા
રાજકોટના કોઠારીયા રોડ પર સ્થિર સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમીંગ પૂલ પર ચાલી રહેલ રાજયકક્ષાની અન્ડર ૧૪-૧૭ સ્પર્ધાનાં ત્રીજા અને અંતિમ દિવસે પણ રાજકોટના તરવૈયાઓ છવાઈ ગયા હતા. બુધવારે રમાયેલી જ‚રી ઈવેન્ટમાં રાજકોટનાં તરવૈયાઓએ ૨ ગોલ્ડ , ૩ સિલ્વર અને એક બ્રોન્ઝ મળી કુલ ૬ મેડલો મેળવ્યા હતા.
રાજકોટના હેમરાજ પટેલે વધુ એક ૨૦૦ મી બ્રેસ્ટ સ્ટ્રોકમાં ૦૨:૪૦:૭૫ના સમયમાં પૂ‚ કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. જયારે આર્યન જોષીએ ૦૩:૧૩:૩૮ના સમમાં પૂ‚ કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. આ ઉપરાંત અન્ડર ૧૪ની ૨૦૦મી બ્રેસ્ટ સ્ટ્રોકમાં સુરતનાં કરણ નાગપૂરે અને ૨૦૦મી બ્રેક સ્ટ્રોકમાં અમદાવાદના દેવાંશ પરમારે બાજી મારી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.
વધુમાં વાત કરવામાં આવે તો બુધવારે ડાઈવીંગ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. જેમાં વિપુલભાઈ ભટ્ટ (સ્વિમીંગ કોચ) તેમજ સહિતનાઓએ સ્પર્ધાની જહેમત ઉઠાવી છે. ખાસ તો આજથી અન્ડર ૧૧ની સ્પર્ધાનો પણ પ્રારંભ થયો હતો. જેમાં પણ આજરોજ બે ઈવેન્ટ યોજાઈ હતી. તે પણ બપોર સુધીમાં પૂર્ણ થઈ ગઈ હતી. સાંજ સુધીમાં તેના રિઝલ્ટ જાહેર કરી દેવામાં આવશે.