રાષ્ટ્રીય મજૂર દિવસે જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું
આજે રાષ્ટ્રીય કામદાર દિન પ્રસંગે જ સેન્ટર ઓફ ટ્રેડ ઈન્ડિયન ટ્રેડ યુનિયન રાજકોટ યુનિટ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી સરકારી કચેરીઓમાં કોન્ટ્રાકટ પ્રથા બંધ કરી લઘુતમ વેતન ધારાનો અમલ કરવા માંગણી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સેન્ટ્રલ ઓફ ટ્રેડ ઈન્ડિયન ટ્રેડ યુનિટન રાજકોટ યુનિટ દ્વારા વડાપ્રધાન, રાજયના મુખ્યમંત્રી અને રાજયપાલને સંબોધી આવેદનપત્ર પાઠવી જણાવાયું હતું કે, હાલ રાજયમાં કોન્ટ્રાકટ પ્રથા હેઠળ કામદારોનું શોષણ થાય છે અને લઘુતમ વેતન ધારાનો અમલ તો નથી જેથી શ્રમજીવીઓને ૮ કલાક કામના બદલામાં લઘુતમ વેતન મુજબ પગાર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com