છેવાડાના માનવીની સમસ્યાના નિરાકરણ માટે રાજય સરકારપ્રયત્નશીલ છે: બ્રિજેશ મેરજા
અબતક, રાજકોટ
પડધરીમાં રૂ. 239.32 લાખના ખર્ચે બનનારા પંચાયત ભવનનું ખાતમુહૂર્ત પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે થયું હતુ. આ પ્રસંગે મંત્રી બ્રજેશભાઈ મેરજાએ કહ્યું હતું કે ગામડાના લોકોની સમસ્યા અને પ્રશ્નોના નિરાકરણ માટે રાજય સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. પંચાયત વિભાગના નેજા હેઠળ તરીકે ગામડાના લોકોન ેઓછામા ંઓછી મુશ્કેલી પડે તે માટે રાજય સરકાર પ્રયત્નશીલ છે. પ્રજાને પાણી, વીજળી. આવાસ, આરોગ્ય સહિતની સુવિધાઆ ેમળી રહે તે માટે અમારી સરકાર કટિબદ્ધ છે.
મહાનુભાવોએ ભુમિ પુજન વિધિ કર્યા બાદ દિપ પ્રાગટય કરી કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો.સાંસદ મોહનભાઇ કુંડારીયાએ જણાવ્યું હતું કે પંચાયત મંત્રી બ્રિજેશભાઇના માર્ગદર્શન હેઠળ છેવાડાના માનવીનો વિકાસ માટે વધુને વધુ લોકકલ્યાણકારી યોજનાઓનું અમલીકરણ કરાઇ રહ્યું છે. ખેડુતોને વધુને વધુ ભાવ મળે તે માટે પણ સરકાર વિવિધ આયોજનો કરે છે.જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરે કહ્યું હતું કે સરકાર દ્વારા ખેડુતો પશુપાલકો માટે અનેકવિધ યોજનાઓ ચાલી રહી છે. વરસાદી પાણીને રોકવા માટે રેઇનવોટર હાવેસ્ટિગ વધુને વધુ થાય તો ખેડુતો લોકોની પાણીની સમસ્યા હલ થઇ શકે.
પૂર્વ ધારાસભ્ય બાવજીભાઇ મેતલીયા અને અગ્રણી મનસુખભાઇ ખાચરીયાએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ, દક્ષાબેન ચૌહાણ, પડધરી તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાજુભાઈ બાંભવા, માર્કેટ યાર્ડ પ્રમુખ અખિલસિંહ જાડેજા, આગેવાનો સર્વ પ્રવિણભાઈ હેરમા, મહેશભાઈ અકબરી, જગદીશભાઈ મુછડીયા, ગીરીરાજસિંહ જાડેજા સુમાબેન લુણાગરીયા, ડે. ડિડીઓ રાહુલ ગમારા, મામલતદાર ભાવનાબેન સહિતના સ્થાનિક અને વહીવટી તંત્રના મહાનુભાવો, પ્રજાજનો ઉપસ્થિતિ રહ્યા હતા. આભાર વિધિ હંસાબેને કરી હતી