સ્કાડા ફેઈસ-૩ અંતર્ગત ફલો મીટર ઈનસ્ટોલ કરવાની કામગીરી અંતર્ગત વોર્ડ નં.૧,૨,૮,૯,૧૦,૧૧ અને ૧૩માં પાણીકાપ
ભરચોમાસે મહાપાલિકા દ્વારા રાજકોટવાસીઓ પર પાણીકાપનો પોરડો વિંઝવામાં આવ્યો છે. સ્કાડા ફેઈસ-૩ અંતર્ગત ફલોમીટર ઈનસ્ટોલ કરવાની કામગીરી આવતીકાલે શહેરના ૭ વોર્ડમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.
વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ પર રવિવારે ન્યારા હેડ વર્કસ સ્થિત આવતી ૧૨૦૦ એમએમ ડાયાની પાઈપલાઈન પર સ્કાડા ફેઈસ-૩ અંતર્ગત ફલો મીટર ઈનસ્ટોલ કરવાની કામગીરી તથા તા.૧૭/૮/૨૦૧૮ના રોજ ન્યારા હેડ વર્કસની ૨૦૦ એમએમ ડાયાની આઉટલેટ પાઈપલાઈન પર સ્કાડા ફેઈસ-૩ અંતર્ગત ફલોમીટર ઈનસ્ટોલ કરવાની કામગીરી સબબ તા.૫ અને તા.૧૭ના રોજ રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ આધારીત ગાંધીગ્રામ તથા ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવતા વોર્ડ નં.૧ (પાર્ટ), વોર્ડ નં.૨ (પાર્ટ), વોર્ડ નં.૯ (પાર્ટ), વોર્ડ નં.૧૦ (પાર્ટ), ચંદ્રેશનગર હેડ વર્કસ આધારીત વોર્ડ નં.૧૧ (પાર્ટ) અને વોર્ડ નં.૧૩ (પાર્ટ)ના વિસ્તારો તથા મવડી (પુનિતનગર) હેડ વર્કસ આધારીત કે જયાં બપોરે ૨:૦૦ વાગ્યા પછી પાણી વિતરણ કરવામાં આવે છે તેવા વોર્ડ નં.૮ (પાર્ટ), વોર્ડ નં.૧૦ (પાર્ટ) અને વોર્ડ નં.૧૧ (પાર્ટ) વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે.