સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય તંત્ર દ્વારા અવાર-નવાર સુચના અપાઇ છતાં પાલન ન થતા લેવાયો નિર્ણય
સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે રોજનું લાખો રૂપિયાનું ટર્નઓવર કરતું માર્કેટિંગ યાર્ડ હાલ ખૂબ વિકસિત છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો દરરોજ વહેલી સવારે પોતાના ઉત્પાદિત શાકભાજી કઠોળ બટેટા અને અન્ય શાકભાજી વહેલી સવારે વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે આવીને વેપારીઓને વેચી ને સારી એવી આવક કરી રહ્યા છે ત્યારે હાલમાં વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જાતની કઠોળ ની ખરીદી માટે પણ બહારના વેપારીઓ વઢવાણ ખાતે આવી રહ્યા છે.
વઢવાણ યાર્ડ સારા એવા વેપારીઓ અને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની સારી એવી ઉપજ અને શાકભાજીની વાવેતર ના કારણે સમગ્ર ગુજરાતમાં વઢવાણ યાર્ડ સારું નામ ધરાવે છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં વહેલી સવારથી શાકભાજીની હરાજી ખરીદી થાય છે અને હજારો લોકો અને નાના લારી ધારકો અહીં આવી હોલસેલમાં શાકભાજી ખરીદી કરીને શેરી ગલીઓમાં શાકભાજી વેચવા જાય છે અને પોતાનું ગુજરાન ચલાવે છે..અહીં વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખાતે રોજના હજારો લોકો વહેલી સવારે ભેગા થાય છે ત્યારે આ કોરોનાવાયરસ ના પગલે તંત્ર દ્વારા આગામી સમયમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવાનું કહેવામાં વેપારીઓ દ્વારા અહીં માર્કેટિંગ યાર્ડ ખાતે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ કઠિન હોવાના કારણે વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે વઢવાણ માર્કેટિંગ યાર્ડ આથી બંધ રાખવામાં આવ્યું છે.
- હવે ખેડુતો લારીધારકોને શાકભાજી વેચશે
આજથી સુરનગર જિલ્લાનુ વઢવાણ માર્કેટિંગ યાર્ડ વેપારીઓ અને દલાલો દ્વારા તદ્દન રીતે બંધ કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા પોતાની ઉપર આવતી શાકભાજી અને અન્ય વસ્તુઓ સીધી લારી ધારકોને આપવામાં આવશે જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં શાકભાજી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શાકભાજી ની અસર નહીં ઊભી થાય તે એક ખેડૂતો દ્વારા સારો એવો નિર્ણય કરવામાં આવ્યું છે.