કોડીનાર અને તાલાલામાં આવેલી બંધ સુગર મીલ શરુ કરવામાં આવશે. ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા સુગર મીલ શરૂ કરવાનો સમય જાહેર કરવામાં આવ્યો છે. સુગર મીલ ઓક્ટોમ્બર નવેમ્બર 2025 માં શરૂ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. સાથોસાથ ખેડૂતોને શેરડીનું વાવેતર કરવા અપીલ કરવામાં આવી છે. સુગર મીલ ખાંડ બનાવતી હતી જો કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આ ખાંડ ફેકટરીમાં ઇથોનોલ બનાવશે જેને લય ખેડૂતોને શેરડીના ભાવ પણ વધારો કરવામાં આવશે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, ભૂતકાળ માં ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી ગીરની ઉના, કોડીનાર અને તાલાલા સુગર મીલ વર્ષો થી બંધ છે જો કે કોડીનાર અને તાલાલા મીલ શરૂ કરવા સરકારી કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડ મેદાનમાં આવી છે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા તલાલા અને કોડીનાર સુગર મીલ 30 વર્ષના પટ્ટટે ચલાવવા ઠરાવો થયા છે જેને લય બનને સુગર મિલોના સભાસદો અને ડિરેક્ટર બોડીની સાધારણ સભા મળી હતી તમામ ઠરાવો થયા બાદ હવે સુગર મીલ વ્હેલી ધમધમતી કરવા તખ્તો ઘડી કાઢયો છે. કોડીનાર સુગર મીલ ઓક્ટોમ્બર-નવેમ્બર 2025માં શરૂ કરવાનું એલાન કરાયું છે. સાથે જ ખેડૂતોને શેરડીનું વાવેતર કરવા અપીલ કરવામાં આવી છે એટલું જ નહિ કેન્દ્ર સરકારની લઘુતમ ભાવની નીતિ મુજબ ખેડૂતોને ભાવ આપવામાં આવશે. ભૂતકાળમાં તલાલા અને કોડીનાર બનને સુગર મીલ ખાંડ બનાવતી હતી જો કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આ ખાંડ ફેકટરીમાં ઇથોનોલ બનાવશે જેને લય ખેડૂતોની શેરડીના ભાવ પણ હવે ઉચા મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોડીનાર પંથકમાં શેરડી એ મુખ્ય પાક હોય અને તેનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે ત્યારે આ ફેકટરી બંધ રહેવા થી 78 જેટલા ગ્રામ્ય વિસ્તારના 12,000 જેટલા સભાસદો, ખેડુતો અને તાલુકાના વેપારીઓને દર વર્ષે અંદાજે 200 કરોડ જેટલા ટર્નઓવરનું નુકસાન થાય છે ત્યારે આજે વર્તમાન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા ઇન્ડિયન પોટાશ લિમિટેડ ન્યુ દિલ્હીને આ ખાંડ ઉદ્યોગ લીઝ ઉપર આપી કોડીનારની જીવાદોરીની પૂનઃ જીવિત કરવાના સંકલ્પ સાથે આજે વાવેતર નીતિ બહાર પાડી આગામી વર્ષે થી ખેડૂતોની શેરડી ખરીદી સારા ભાવો આપવાની સાથે એકી આંકડે શેરડીના પૈસા પણ સીધા ખેડૂતોના ખાતામાં જમા કરવાની જાહેરાત કરતા તાલુકાભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
અહેવાલ: ભાવેશ ઠાકોર