પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ અવસરે

પોતાના સ્થાનક કે નિવાસ સ્થાને ઉવસગ્ગહર સ્ત્રોતની જપ સાધના કરવા અપીલ

વશ્વને અહિંસા પરમો ધર્મનો દિવ્ય સંદેશો આપનાર ૨૪માં તારક તીર્થંકર શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકનો દિવ્ય અને ભવ્ય એવો અપૂર્વ અવસર ચૈત્ર સુદ, ૧૩ પવિત્ર દિવસ આવી રહેલ હોય વીર વર્ધમાનના વ્હાલથી વધામણાં કરવા સૌ કોઈ આતુર હોય છે. તેમાંય,ખાસ કરીને સમસ્ત રાજકોટના મહિલા મંડળના બહેનો શબ્દોના સાથિયા પુરી સ્તવનના માધ્યમ દ્વારા રમઝટ બોલાવી પ્રભુ ભક્તિમાં લીન બને છે. ભક્તિસભર ગીત – સ્તવનો દ્વારા હોલનો માહોલ મહાવીરમય બની જતો દ્રશ્યમાન છે.આયોજકો,નિણોયકો સહિત ઉપસ્થિત સૌ ભાવિકો ભાવ વિભોર બની જાય છે.

મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સ્તવન સમિતિ આયોજીત સ્વ.વિજયાબેન માણેકચંદ શેઠ પ્રેરિત તથા વિવિધ દાનેશ્વરી જૈન શ્રેષ્ઠીવર્યોના સરાહનીય સહયોગ એવમ્ મનહરપ્લોટ સ્થા.જૈન સંઘ સંચાલિત રાજકોટના ચારેય ફિરકાઓ ના જૈન મહિલા મંડળના બહેનોની સ્તવન સ્પર્ધાનું  છેલ્લા ૨૫ વર્ષ થી લાગલગાટ અદ્ભુત અને અનેરુ ભક્તિ સભર આયોજન કરવામાં આવે છે, વર્તમાન સમયમાં વિશ્વમાં કોરોના વાઇરસ ઝડપથી આગળ વધી રહ્યો છે તે સંજોગોમાં અને આપણાં જીવદયા પ્રેમી દીઘે દ્રષ્ટિવંત ગુજરાતના મુખ્યમંત્રી માનનીય વિજયભાઈ રૂપાણીના આહવાન અને અપીલને ધ્યાનમાં લઈને આ વર્ષે સ્તવન સ્પર્ધા બંધ રાખેલ છે.

2.Tuesday 2 1

કોરોના ઉપદ્રવને શાંત પાડવા અને ” શુભ થાઓ આ સકલ વિશ્વનું “એવી શુભભાવના સાથે સૌ પોત પોતાના સ્થાનક કે નિવાસ સ્થાનમાં ઉપસર્ગ ને હરનાર એવા ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધના કરશો તેવી શુભ ભાવના પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ સ્તવન સમિતિવતી ડોલરભાઈ કોઠારી, સી.એમ.શેઠ તથા મનોજ ડેલીવાળાએ વ્યક્ત કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.