રાજ્યમાં ઉનાળાની શરૂઆત ઇ છે ત્યારે કાળઝાળ ગરમીમાં પાણીની અછતનો સામનો કરવો પડે તે માટે પાણી પુરવઠા વિભાગે આગોતરુ આયોજન શરૂ કર્યું છે. વિભાગ દ્વારા ઝોનવાઇઝ બેઠકોનો રાઉન્ડ શરૂ કર્યો છે અને પાણીના સોર્સની વિગતોની સમીક્ષા ઉપરાંત બાકી કામો ઝડપી હા ધરવા સૂચના અપાઇ છે.
દર વર્ષે ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પીવાના પાણીની તંગીનો સામનો કરવો પડે છે. વખતે વરસાદની ૨૦ ટકા જેટલી ઘટ છે ત્યારે અછતની સ્િિતને પહોંચી વળવા માટે આગોતરુ આયોજન કરાઇ રહ્યું છે. પાણી પુરવઠા મંત્રી બાબુ બોખીરિયાએ ઝોનવાઇઝ બેઠકોનો દોર શરૂ કર્યો છે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતની બેઠક યોજાઇ ગઇ છે જ્યારે આગામી સપ્તાહે કચ્છ અને સૌરાષ્ટ્રની બેઠક યોજાશે.
પાણી પુરવઠા વિભાગ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ, પાલિકાઓ અને સત્તા તંત્રોને પીવાના પાણીની અછત ઊભી ાય તે માટે એક્શન પ્લાન બનાવવા અને બાકી કામો પૂરા કરવા સૂચના અપાઇ છે. રાજ્ય સરકારે ૧ એપ્રિલી જળાશયોમાંી સિંચાઇ માટે પાણી આપવાનું બંધ કરવામાં આવ્યું છે. તમામ જળાશયોમાં હવે પાણીનો જથ્ો પીવા માટે રિઝર્વ રખાશે. સો સિંચાઇ વિભાગ દ્વારા રાજ્યના ૫ હજાર ચેકડેમોના રિપેરિંગ માટેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. સિંચાઇ મંત્રી નાનુ વાનાણીએ કહ્યું કે પંચાયત, માર્ગ મકાન સહિતના વિભાગો હસ્તકના ચેકડેમ રિપેર કરાશે તેમને રકમ સિંચાઇ વિભાગ દ્વારા અપાશે.