વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક વસ્તુ પર એક અલગ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે જેમાં આપણા રોજિંદા જીવનને ખૂબ અસર નીવડે છે અને જ્યારે આપણે નવુ ઘર લઇએ ત્યારે ઘરમાં રહેલ સામાનની ગોઠવણી ધરની સ્થિતિ, દિશાઓનું ધ્યાન વાસ્તુ મુજબ રાખવુ ખૂબ જ‚ીર બને છે અને જો વસ્તુમાં ઘડિયાળની વાત કરી એ તો તેની દિશા ખૂબ મહત્વની હોય છે તેની દિશા જો યોગ્ય રીતે રાખવામાં ન આવે તે તો તમારા સારા સમયને પણ ખરાબ બનાવી દે છે. તો ચાલો જાણીએ ઘડિયાળ આપણે કઇ દિશામાં રાખવી યોગ્ય ગણાશે.

– ઘડિયાળ  દક્ષિણ દિશામાં ન લગાવવી.

ઘડિયાળ આપણે જો પૂર્વ અને ઉત્તર દિશામાં લગાડવાથી ઘરમાં સકારત્મક્તાનો વાસ થાય છે પરંતુ ઘડિયાળ દક્ષિણ દિશામાં લગાડવામાં આવે તો ઘરની મુખ્ય વ્યક્તિ એટલે કે ઘરના વડીલને સ્વાસ્થ્ય પર ખરાબ અસર નીવડે છે.

– ઘરના બારણા પર ઘડિયાળ ન લગાડવી

જો તમે ઘરમાં બારણા ઉપર ઘડિયાળ લટકાડવામાં આવે તો ઘરમાં નકારત્મક ઉર્જાનો વાસ બની જાય છે. અને ઘરનું વાતાવરણ તણાવ‚પ બને છે.

-ઘરમાં બંધ ઘડિયાળ ન રાખવી.

વાસ્તુશાસ્ત્ર માને છે કે ઘડિયાળ તમારા ખરાબ સમયને પણ સારો બનાવે છે. ઘરમાં બંધ પડેલ ઘડિયાળ એ તમારા સમયને સ્થગિત કરવા અસર‚પ બને છે જેથી ઘરમાં ભૂલથી પણ બંધ ઘડિયાળ રાખવી જોઇએ નહીં.

– લોલકવાળી ઘડિયાળ શુભ હોય છે.

વર્ષો પહેલા લોકો લોલકવાળી ઘડિયાળ ઘરમાં લગાડતા જોયા હશે. અને આજે પણ લોકો પોતાના બેઠક‚મમાં લોલકવાળી ઘડિયાળ લગાડવી પસંદ કરે છે. આ ઘડિયાળ લગાવવાથી જીવનના દરેક કાર્ય સરળતાથી થઇ શકે છે. અને તેનાથી માણસની પ્રગતિમાં પણ આગળ વધવા માટે મદદ કરે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.