સતત વધતું જતું તાપમાન અને વરસાદી માહોલમાં અણધાર્યા ફેરફારથી લોકોના સ્વાસ્થ્ય પર જોખમની સાથે દેશને મોટાપાયે આર્થિક નુકસાનની ભીતિ

હાલ, ગ્લોબલ વોર્મિંગને કારણે પ્રદુષણની સમસ્યા અતિજટીલ બની છે. પૃથ્વી પર સુરક્ષિત વસવાટ માટે પર્યાવરણની જાળવણી અતિઆવશ્યક બન્યું છે. પ્રદુષણને કારણે વાતાવરણમાં ઓચિંતા બદલાવ આવી રહ્યા છે જેનાથી લોકો પર માઠી અસર ઉપજી શકે છે.

વિશ્વ બેંકના અહેવાલ અનુસાર, વાતાવરણમાં અણધાર્યા ફેરફારોથી ૬૦ કરોડ ભારતીયોને અસર કરશે. વર્ષ ૨૦૨૫ સુધીમાં લોકોનું જીવનધોરણ ૫૦% ઘટી જશે તેવી દહેશત ઉભી થઈ છે. આ ઉપરાંત ભારતના જીડીપી દરમાં પણ ૨.૮ ટકાથી ઘટાડો કરવામાં વાતાવરણીય બદલાવો સક્ષમ છે તેવો ઘટસ્ફોટ થયો છે. તાપમાનમાં સતત વધારો અને વરસાદી માહોલમાં વિશાળ ફેરફારોએ ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે.

જેનાથી લોકોનું સ્વાસ્થ્ય પ્રભાવિત થાય છે. વાતાવરણને લઈ સાઉથ એશિયા હોટસ્પોટ દ્વારા તાજેતરમાં એક અહેવાલ જારી કરાયો છે જે પ્રમાણે ભારતનો જીડીપી વર્ષ ૨૦૫૦ સુધીમાં ૨.૫ ટકાથી ઘટશે. જેના પરિણામ સ્વ‚પ ભારતને અધધ…૧.૧ ટ્રીલીયન ડોલરનું નુકસાન થશે. આ ભીતિને રોકવા પર્યાવરણીય સુરક્ષા માટે પગલા લેવા ખુબ જ જરૂરી બન્યું છે.

અહેવાલ પરથી જાણવા મળ્યું છે કે, દેશના અંદરના ભાવ એટલે કે મધ્ય અને પૂર્વ ભારતમાં તાપમાન વધતા અને વાતાવરણીય બદલાવો તથા ખુબ જ વધુ આર્થિક નુકસાન થશે. જયારે દરિયાકિનારીના વિસ્તારોમાં વધુ નકારાત્મક અસરો ઉપજશે નહીં. છતીસગઢ, મધ્યપ્રદેશ સહિતના અંદરના વિસ્તારોના રાજયમાં વર્ષ ૨૦૫૦ સુધીમાં લોકોના જીવનધોરણમાં ૯૦% જેટલો ઘટાડો થશે જે ચિંતાજનક ગણી શકાય.

તેમાં પણ ખાસ કરીને વિદરભા વિસ્તારમાં ખુબ જ માઠી અસર પડે તેવી શકયતા છે. દેશના ૧૦ મોટા હોટસ્પોટ જીલ્લાઓમાંથી ૭ જીલ્લાઓમાં વિદરભાનો સમાવેશ છે જયાં વર્ષ ૨૦૫૦ સુધીમાં લોકોનું જીવનધોરણ ૧૧ ટકા ઘટી જશે તેવો ચિંતત ખુલાસો થયો છે. જણાવી દઈએ કે, હોટસ્પોટ એટલે એવો વિચાર કે જયાં વાતાવરણીય બદલાવોની સૌથી વધુ અસર થાય છે અને લોકોના જીવન તેમજ દેશને આર્થિક ક્ષેત્રે મોટાભાગે પ્રદુષણથી નુકસાન થાય છે.

વાતાવરણીય બદલાવોથી લોકોના જીવન ધોરણમાં ઘટાડો થશે.(વર્ષ ૨૦૫૦ સુધીની ટકાવારી ગણતરી)

છત્તીસગઢ

 

૯.૪%

 

મધ્યપ્રદેશ

 

૯.૧%

 

રાજસ્થાન

 

૬.૪%

 

ઉત્તરપ્રદેશ

 

૪.૯%

 

મહારાષ્ટ્ર

 

૪.૬%

 

ઝારખંડ

 

૪.૬%

 

હરિયાણા

 

૪.૩%

 

આંધપ્રદેશ

 

૩.૪%

 

પંજાબ

 

૩.૩%

 

 

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.