દરિયાકાંઠા વિસ્તારમાં ૮ ઈંચ સુધી વરસાદ ખાબકી શકે: ઉના, કોડીનાર, દીવ, વેરાવળ, અમદાવાદ, અરવલ્લી, વલસાડ સહિતના અનેક વિસ્તારોમાં સવારથી હળવો વરસાદ

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાયુ નામનુ વાવાઝોડુ આજે સવારે મુંબઈના દરિયાને સમાંતર પહોંચી ગયું છે અને વેરી સીરીવર સાયકલોન સ્ટોર્મમાં પરિવર્તીત થઈ ગયું છે જેની અસર સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયભરમાં વર્તાવા લાગી છે. આજે સવારે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. વાદળછાંયા વાતાવરણ વચ્ચે હવામાન વિભાગે આજી બે દિવસ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપી છે. દરિયાકાંઠા વિસ્તારમાં છ થી લઈ આઠ ઈંચ સુધી વરસાદ વરસી શકે છે.

જયારે રાજકોટ સહિતના શહેરોમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડે તેવી સંભાવના જણાય રહી છે. અમદાવાદ, અરવલ્લી, વલસાડ સહિત રાજયના અનેક સ્ળોએ આજે સવારથી હળવો વરસાદ વરસી રહ્યો છે. આજે મધરાત્રે વાયુ નામનું વાવાઝોડુ વેરાવળ અને દિવ વચ્ચેથી પસાર થશે. જેની ખુવારી ખાળવા માટે તંત્ર એલર્ટ ઈ ગયું છે.

આજે સવારે ઉના, કોડીનાર સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે અને જોરદાર પવન સાથે વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.

climate-change-in-saurashtra-heavy-rain-forecast
climate-change-in-saurashtra-heavy-rain-forecast

વાયુ વાવાઝોડાની અસર આજ સવારથી રાજયભરમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં વલ્ટો આવી ગયો છે. આકાશમાં આછા વાદળોનો જમાવડો જામ્યો છે અને વાદળછાંયુ વાતાવરણ છવાયું છે. આજી ૧૪ જૂન સુધી સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. વાયુ વાવાઝોડાની અસરતળે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તાર જેવા કે, ગીર-સોમનાથ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓમાં અતિ ભારે એટલે કે ૬ થી ૮ ઈંચ સુધી વરસાદ વરસી શકે છે. આજે મધરાત્રે વાયુ વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે એટલે કાલે સવારી રાજ્યભરમાં વરસાદ પડવાનું પણ શરૂ થશે અને ૧૨૦ કિ.મી.થી લઈ ૧૪૫ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ તેવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

climate-change-in-saurashtra-heavy-rain-forecast
climate-change-in-saurashtra-heavy-rain-forecast

વાયુ વાવાઝોડુ જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ-તેમ તેની તિવ્રતામાં સતત વધારો ઈ રહ્યો હોય. સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. આજે સવારી રાજ્યના અમદાવાદ, અરવલ્લી, વલસાડ સહિતના શહેરોમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. મહિસાગરના આકાશમાં પણ વાદળો છવાયા છે. અમદાવાદમાં છાંટા પડી રહ્યાં છે તો અરવલ્લી અને વલસાડમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાયુની અસર જોવા મળી રહી છે. બીજી તરફ તંત્ર દ્વારા લોકોને વાવાઝોડાની સંભવિત અસરમાં પુરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરી રાખવા પણ તાકીદ કરવામાં આવી છે.  દીવમાં પણ ભારે પવન સો સવારી વરસાદ વરસી રહ્યો છે.

climate-change-in-saurashtra-heavy-rain-forecast
climate-change-in-saurashtra-heavy-rain-forecast

વાયુની અસર: વેરાવળ અને મહુવાના દરિયામાં બે મીટરના મોજા ઉછળ્યા

આજે મધરાત્રે વાયુ નામનુ વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાશે. આજે સવારી સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાયુની અસર જોવા મળી રહી છે. વેરાવળ અને ભાવનગરના મહુવા નજીક ઉંચા કોટડાના દરિયામાં બે મીટર ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. અનેક સ્ળોએ દરિયાકાંઠા વિસ્તારમાં બે દિવસ સુધી અવર-જવર પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. વાયુની સૌથી વધુ અસર વેરાવળના દરિયામાં જોવા મળશે. કારણ કે વાયુ વાવાઝોડુ આજે મધરાત્રે વેરાવળ અને દિવના દરિયામાંથી પસાર શે અને તેની ઝડપ ૧૪૫ કિ.મી. પ્રતિ કલાકની રહેશે. આજે સવારી વેરાવળના દરિયામાં વાયુનો કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયામાં બે-બે મીટરના વિશાળકાય મોજા ઉછળી રહ્યાં છે.

સરકાર સાથે સંગઠન પણ મેદાનમાં: પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીનો સૌરાષ્ટ્રમાં પડાવ

ગુજરાતમાં વાવાઝોડાની આગાહી ના પગલે રાજ્યમાં સમગ્ર તંત્ર એલર્ટ બન્યું છે ત્યારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી એ આજની ભાજપાની તમામ બેઠકો રદ કરી તેમજ દિલ્હી ખાતે યોજાનાર ભાજપાની રાષ્ટ્રીય બેઠકમાં પણ જવાનું કેન્સલ કરી આજથી રાજકોટ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પ્રવાસ કરી ભાજપા કાર્યકરો સાથે સાથે મળી અસરગ્રસ્તોને તમામ પ્રકારની સહાય તાત્કાલિક મળી રહે તે પ્રકારનું આયોજન અને વ્યવસ્થા ઓ ઊભી કરવી તેમજ રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ મોનીટરીંગ અને તંત્ર સાથે સંકલન સાધી વાવાઝોડા થી થનાર સંભવિત નુકસાનને પહોંચી વળવા આગોતરા આયોજન માટે આજથી ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી રાજકોટ અને સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં આગામી ૨૪ થી ૪૮ કલાક માં વાયુ વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આજે ભાજપા પ્રદેશ કાર્યાલય ગાંધીનગર ખાતે યોજાનાર વિસ્તારકઓની બેઠક તેમજ ભાજપા કિસાન મોરચાની બેઠક મોકૂફ રાખવામાં આવી છે. વાઘાણીએ જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત ભાજપાના કાર્યકર્તાઓ પણ આ કુદરતી આફતના અસરગ્રસ્તોને તમામ પ્રકારની મદદ પૂરી પાડવા સજ્જ બની સેવાયજ્ઞમાં જોડાઈને તંત્ર સાથે સહયોગ સાધી પોતપોતાના વિસ્તારોમાં વાવાઝોડાના અસરગ્રસ્તો ને સહાય કરવા તૈયાર રહે તેવી અપીલ કરી હતી. વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં વાવાઝોડાની આગાહીના પગલે ભાજપા દ્વારા વાવાઝોડાગ્રસ્ત નાગરિકોની સહાય માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે. જેના ટેલીફોન નંબર ગાંધીનગર કંટ્રોલરૂપ (ભાજપા પ્રદેશ કાર્યાલય) ૦૭૯ ૨૩૨૭૬૯૪૩ અને ૦૭૯૨૩૨૭૬૯૪૪ અને સૌરાષ્ટ્રલ કંટ્રોલરૂમ (રાજકોટ ભાજપા કાર્યાલય) ૦૨૮૧ ૨૨૩૯૬૮૫ અને ૦૨૮૧ ૨૨૩૭૫૦૦ છે.

લક્ષ્યાંક ઝીરો ક્ઝ્યુલિટી: મંત્રીઓને ‘વાયુ’ પ્રભાવિત જિલ્લાની જવાબદારી

વાયુ વાવાઝોડામાં એક પણ વ્યક્તિનો જીવ ન જાય તેવા લક્ષ્યાંક અને સંકલ્પ સાથે  રૂપાણી સરકાર કામે લાગી ગઈ છે. વાયુી પ્રભાવીત જિલ્લાઓમાં રાજ્ય સરકારના અલગ અલગ મંત્રીઓને જવાબદારી સોંપી દેવામાં આવી છે. આજે સવારી મંત્રીઓને જે જિલ્લાની જવાબદારી સોંપવામાં આવી છે ત્યાં રવાના કરી દેવામાં આવ્યા છે. વાયુની સૌથી વધુ અસર ગીર-સોમનાથ જિલ્લામાં વર્તાશે. આ જિલ્લાની જવાબદારી સીનીયર કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાની જવાબદારી વિભાવરીબેન દવે, જામનગર જિલ્લાની જવાબદારી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા, પોરબંદર જિલ્લાની જવાબદારી જયેશ રાદડીયાને, જૂનાગઢ જિલ્લાની જવાબદારી જવાહર ચાવડાને, અમરેલી જિલ્લાની જવાબદારી આર.સી.ફળદુને, દેવભૂમિ દ્વારકા જિલ્લાની જવાબદારી જયદ્રસિંહ પરમારને રાજકોટ જિલ્લાની જવાબદારી સૌરભ પટેલને અને કચ્છ જિલ્લાની જવાબદારી દિલીપ ઠાકોરને સોંપવામાં આવી છે. આ તમામ મંત્રીઓ આજે સવારે પોતાને જે જિલ્લાની જવાબદારી સોંપાઈ છે ત્યાં પહોંચી ગયા છે અને સરકારની સુચના અને કામગીરીની અમલવારીનું નિરીક્ષણ કરી રહ્યાં છે. વાયુ વાવાઝોડામાં એક પણ વ્યક્તિનો જીવ ન જાય અને શકય તેટળી ઓછી નુકશાની થાય તે માટે રૂપાણી સરકાર ઓડિસ્સા સરકારની માફક કામ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.