વરસાદનું ઝાપટુ વરસી જતા લોકોને ગરમીથી રાહત મળી
સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા ચોટીલા પંથકમાં ગઈકાલે સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાતાવરણમાં પલટા સાથે ભારે પવન ફૂંકાયો હતો અને સાયલા ચોટીલા પંથકમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, હવામાન ખાતાની આગાહી મુજબ બે દિવસ વાતાવરણમાં પલ્ટો થશે તે મુજબ ગઈકાલે સાંજે સુરેન્દ્રનગર જિલ્લાના ઘણા ખરા વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાયો હતો અને વરસાદી ઝાપટા પડયા હતા ગરમીના વાતાવરણમાં અચાનક જ ઠંડક પ્રસરી ગઈ હતી જેને લઈ લોકો ખુશ ખુશાલ થઈ ગયા હતા જોકે વરસાદી ઝાપટા પડતા ખેતરોમાં પાકને નુકશાન થયું હતુ અને ખેડુતોની ચિંતામાં વધારો થયો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સાંજે વાતાવરણમાં એકાએક પલટો થતા વરસાદી ઝાપટા પડતા ઠંડી પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. જો કે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ બે દિવસ વાતાવરણમાં પલ્ટો જોવા મળશે.