ગુજરાતના છ મનપાની ચૂંટણીના પરિણામ જાહેર થઇ ગયા છે. જેમાં સૌથી વધુ વોર્ડ ધરાવતા અમદાવાદમાં પરિણામ ભારે રસાકસી ભર્યા રહ્યાં હતા. આ વખતે ગુજરાતના રાજકારણમાં ઓવૈસીની AIMIMની એન્ટ્રી થઇ ગઇ છે. અમદાવાદમાં AIMIMએ કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડીને ચાર બેઠક પોતાના નામે કરી હતી.
અમદાવાદમાં ભાજપની સત્તાનું પુનરાવર્તન થયું છે અને 157 બેઠકો પર કબ્જો કર્યો છે. જ્યારે કોગ્રેસના ઉમેદવાર અને પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્માની હાર થઈ છે. પૂર્વ વિપક્ષ નેતા અને કોંગ્રેસના ઉમેદવાર દિનેશ શર્માની હાર થઈ છે. જ્યારે કોંગ્રેસના કારમી હારને પગલે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે પોતાના પદેથી રાજીનામુ આપી દીધું છે.
પાલડી, વાસણા, ખાડિયા બોડકદેવ, ચાંદલોડિયા, નિકોલ, બાપુનગર, અસારવા, સરદાર નગર, ગોતા, ખોખરા અને નવા વાડજમાં ભાજપની જીત થઈ છે. અમદાવાદના થલતેજ વોર્ડમાં ભાજપની પેનલની જીત થઈ છે. સાથે જ ભાજપે વસ્ત્રાલમાં પણ જીત હાંસલ કરી છે. સઈઝપુર બોઘા અને જોધપુર વોર્ડમાં અને નવરંગપુરામાં પણ ભાજપ જીતી છે. ઇન્ડિયા કોલોનીમાં ભાજપના 3 ઉમેદવાર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. 1 બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર વિજેતા બન્યા હતા. ભાજપના કાર્યકરોએ ઉજવણી કરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં 46.24 લાખ પૈકીના 19 લાખ લોકોના 42.53 ટકા મતોની આજે મતગણતરી હાથ ધરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે શરૂ થઈ હતી. જેમાં શરૂઆતના ટ્રેન્ડમાં દાણીલીમડા વોર્ડમાં કોંગ્રેસ જ્યારે જોધપુર, અસારવા, સૈજપુર બોધા, નવા વાડજ અને ગોતા વોર્ડમાં ભાજપની પેનલ આગળ છે. શરૂઆતમાં ભાજપ 35 બેઠક પર અને 5 બેઠક પર કોંગ્રેસ આગળ છે. ભાજપના 191 અને કોંગ્રેસના 188 ઉમેદવારો વચ્ચે મુખ્ય જંગ જામ્યો હતો.
મતગણતરીના લેટેસ્ટ આંકડા જાણવા માટે જોડાયેલા રહો www.abtakmedia.com સાથે.