જંગલમાં શ્ર્વાનને મળતું આવતું નાનકડું જાનવર તેની ચતુરાઇ અને લુચ્ચાઇને કારણે જાણીતું બન્યું છે: હાલ તેમની 47 થી વધુ પ્રજાતિઓ વિશ્ર્વભરમાં જોવા મળે છે: એન્ટાર્કટિકા સિવાય તે દરેક ખંડમાં જોવા મળે છે
જેકલ-‘ફોકસ’ અર્થાત શિયાળ સામાન્યત: તેની ચાલાકી-લુચ્ચાઇને કારણે આપણી બાળવાર્તાઓમાં વર્ષોથી જોડાયેલું છે. શ્ર્વાનને મળતું આવતું શિયાળ ખૂબ જ ચબરાક અને ગમે તેવી મુશ્કેલીનો સામનો કરવાને સક્ષમ હોય છે. તેની ઘણી પ્રજાતિઓ વિશ્ર્વમાંથી લુપ્ત થઇ ગઇ છે. હાલમાં 25 થી વધુ પ્રજાતિ સાથે લુપ્ત થયેલ પ્રજાતિઓ ‘સાચા શિયાળ’ જૂથમાં ગણતરી થાય છે, જો કે વિશ્ર્વભરમાં તેની 47થી વધુ પ્રજાતિઓ અત્યારે જોવા મળી રહી છે.
સામાન્ય રીતે શિયાળની વિવિધ પ્રજાતિમાં ઇથોપીયન વરૂ ટાઇપના કેનીશ, કરચલા ખાનાર શિયાળ, લુપ્ત જીનસમાં ફોકલેન્ડ ટાપુના વરૂ સાથે તેને વરૂ કે શિયાળ તરીકે ઓળખાય છે. ઇન્ડિયન-ડાર્વિન, દક્ષિણ અમેરિકાના ગ્રે શિયાળ અને પમ્પાસ-સેચુરાન અને હોરી શિયાળ, બટકા કાનવાળા શિયાળ, અને વલ્પેસ જૂથના બ્લેન ફોર્ડ, બંગાળ, કેપ, કોર્સક, ફેનેક, કિટ, નિસ્તેજ, રેપલ, લાલ, તિબેટીયન શિયાળની પ્રજાતિઓ છે. તિબેટ પ્રદેશમાં રેતાળ મેદાનનાં શિયાળ પણ છે.
મનુષ્યો સાથે વર્ષોથી તે જોડાયેલું હોવાથી ઘણીવાર મરઘા અને નાના પશુધન ઉ5ર હુમલો કરે છે. માણસો ઉપર પણ ઘણીવાર એટેક કરે છે. ઘણા શિયાળ માનવ પર્યાવરણને સારી રીતે અનુકૂલન સાધી શક્યા છે. ઘણી શિયાળ પ્રજાતિઓ શહેરી સિમાઓની અંદર પણ માંસાહારી તરીકે તેની પ્રજાતિઓ જાળવી રાખી છે. યુરોપમાં તો શિયાળ સર્વવ્યાપી છે. પર્યાવરણમાં થયેલા ફેરફારને કારણે રહેઠાણ, ખોરાકની સમસ્યા બાદ લુપ્ત થયા અને સ્થળાંતર પણ થયા છે. કેટલાક દેશોમાં શિયાળ, સસલા અને મરઘીઓના મુખ્ય શિકારી છે.
16મી સદીથી માનવી તેનો શિકાર કરતો આવ્યો છે. 19મી સદીમાં લાલ શિયાળ ઓસ્ટ્રેલિયામાં જોવા મળેલ હતા, બાદમાં તે વિસ્તારમાં વ્યાપક ઝુંડમાં જોવા મળવા લાગ્યા હતાં. શિયાળની ઘણી મૂળ પ્રજાતિઓની વસ્તીમાં ઘટાડો જોવા મળ્યો છે. કેનેડા, ફ્રાન્સ, આયર્લેન્ડ, ઇટાલી, રશીયા, યુ.કે., અને ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોમાં શિયાળનો શિકાર કરવામાં આવે છે. ઘણા લોકો લાલ શિયાળ પાળે પણ છે. યુ.કે.માં માણસો ઉપર બિન-જીવલેણ હુમલાના ઘણા કેસો જોવા મળે છે. ઘણીવાર નાના બાળકો ઉપર હુમલા કર્યાના બનાવો જોવા મળે છે.
શહેરી વિસ્તારમાં બિલાડી અને કૂતરા માટે જોખમકર્તા જોવા મળે છે. શિયાળ વિશ્ર્વની ઘણી સંસ્કૃતિમાં જોવા મળે છે. આપણી લોકકથામાં પણ તેનું નિરૂપણ જોવા મળે છે. પર્શિયન લોકકથામાં તેને કપટનું પ્રતિક ગણે છે. એશિયન લોકકથામાં તેને જાદુઇ શક્તિ ધરાવતા આત્મા તરીકે દર્શાવાયા છે. ચીની કથામાં નવ પૂંછડીવાળા શિયાળની વાતો આવે છે. શુકન-અપશુકન સાથે ઘણી સંસ્કૃતિમાં ઉલ્લેખ જોવા મળે છે. જાપાનીઝ અને કોરિયન સંસ્કૃતિમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. અમૂકમાં તો નક્ષત્ર સાથે તેનું જોડાણ બતાવાયું છે.
શિયાળ મધ્યમ કદના નાના અને સર્વભક્ષી સસ્તન જનાવર છે. તેને સપાટ ખોપડી, ત્રિકોણાકાર સીધાકાન, પોઇન્ટેડ શ્ર્વાન જેવી જીભ અને લાંબી જાડી પૂંછડી જોવા મળે છે. અંગ્રેજીમાં ઉત્તરમાં ફોકસ તો દક્ષિણમાં વોક્સ શબ્દ પ્રયોગાય છે. તેના સમૂહોને પણ ખોપરી પટ્ટ પૃથ્વી જેવા વિવિધ નામોથી ઓળખાય છે. શિયાળ મૂળ કેનિડે જૂથના સભ્યોમાં વરૂ કરતા નાના અને શ્ર્વાન કરતા મોટા જોવા મળે છે. શિયાળની સૌથી મોટી પ્રજાતિ લાલ શિયાળ છે. તેનું વજન 4 થી 8 કિલો અને નાના શિયાળનું વજન 1 થી દોઢ કિલો જોવા મળે છે. તેમના નિવાસસ્થાન અનુસાર તેમા નાનો, મોટો બદલાવ વિશ્ર્વમાં જોવા મળે છે. શિયાળના હેર કોટનો રંગ ઋતુ અનુસાર બદલાય છે. બરફ આચ્છાદીત પહાડો પર તે રૂછાવર સફેદ કલરનાં જોવા મળે છે. નર-માદા એપ્રિલમાં મેટીંગ કરે છે. ઉંમરને કારણે પણ તેના હેર કોટનો રંગ બદલાતો જોવા મળે છે. તેની દાંતની રચના માંસાહારી જાનવર જેવી હોય છે.
જે માંસ જેવી સામગ્રીને આસાનીથી ચીરી શકે તેવા તિક્ષ્ણ હોય છે. શિકારને પકડવા માટે તેના દાંત સખ્ત પકડ કરી શકે છે. જંગલમાં તેનું આયુષ્ય 6 થી 7 વર્ષ જેટલું હોય છે. જો કે ઘણા કિસ્સાઓમાં 10 વર્ષ પણ જીવતું જોવા મળ્યું છે. સામાન્ય રીતે નાના-નાના જૂથોમાં રહેવાનું વધુ પસંદ કરે છે. શિયાળ સર્વભક્ષી હોવાથી નાના જીવજંતુ, સરિસૃપ પક્ષીઓ, ઇંડા, વનસ્પતિ જેવો ખોરાક ખાય છે. અમૂક જૂથ કરચલાનો જ ખોરાક આરોગે છે. દરરોજ 1 કિલો જેટલો ખોરાક ખાય છે. વધારાનો ખોરાક હોય તો તે સ્ટોર પણ કરે છે, તેની ઉપર પાંદડા કે બરફ નીચે દફનાવે છે. પાછલા પગનો ઉપયોગ કૂદકો લગાવવા માટે કરે છે. શિકારીની ગરદન જ પકડીને તેને નબળો પાડી દેવાની તેની સ્ટાઇલ નિરાલી છે. ભૂખરા શિયાળ એકમાત્ર વૃક્ષ પર ચડી શકે છે. 53 દિવસ પછી માદા શિયાળ એવરેજ ચાર-પાંચ બચ્ચાને જન્મ આપે છે. શિયાળનો લારી સ્વર-અવાજ દૂર સુધી તમો સાંભળી શકો છો.
જમીનમાં ઉંડી બખોલ કરીને માદા બચ્ચાને તેમાં જ ઉછેરે છે. બહારથી કરાતો અવાજ બચ્ચાને સાવચેત કરવા માટે કરે છે. શિયાળની હાલની વિવિધ પ્રજાતિઓ ઉપર જોખમ જળુંબી રહ્યું છે. મોટા ગરૂડ પક્ષી પણ તેનો શિકાર કરે છે. 1999-2000માં તેમનામાં વાયરસ ફાટી નીકળતા ઘણા નષ્ટ થયા હતા. પાળતું શિયાળ 20 થી 25 વર્ષ જીવી શકે છે.