વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત ટીપી શાખાએ માર્જીન-પાર્કિંગ કરાવ્યા ખૂલ્લા
વન વીક, વન રોડ ઝૂંબેશ અંતર્ગત આજે કોર્પોરેશનની વિવિધ શાખાઓ દ્વારા શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં નંદનવન 40 ફૂટ રોડ પર કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ટીપી શાખા દ્વારા 49 સ્થળોએ માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
ટીપી શાખા દ્વારા આજે હાથ ધરવામાં આવેલી ઓટલા તોડ ઝુંબેશ અંતર્ગત જાનકી ફૂડ કોર્નર, ખોડીયાર પાન, રૈયા રાજ પ્રોવિઝન સ્ટોર, વૈદિક જ્વેલર્સ, ક્રિસ્ટલ એલ્યુમિનિયમ, શિવમ ગેરેજ, શ્રધ્ધા ક્લિનીક, રવિ રાંદલ સાડી, શ્રીજી ફેશન, વિકાસ સ્ટોર, જીજે ક્રિએશન, ભગવતી ઇલેક્ટ્રીક, અવસર હોઝીયરી, શ્રીજી સિઝન સ્ટોર, ર્માં ખોડલ ડીશ ગોલા, શુભમ ડિલક્ષ પાન, શ્રીનાથજી કોઠી આઇસ્ક્રીમ, બજરંગ પાન, શ્યામ હાર્ડવેર, શ્રીજી ડેવલોપર્સ, જય ખોડિયાર ઓટો, ગુરૂકૃપા ઇલેક્ટ્રીક, રાધેશ્યામ ક્લીનીક, રાધે મોબાઇલ, સુહાની ચિલ્ડ્રન વેર, શ્રીહરિ સિલેક્શન, શ્રીજી પ્લાસ્ટીક, ગણેશ ઓટો, ઉમિયાજી પાન, ર્મા ખોડલ સિઝન સ્ટોર, પટેલ પ્રોવિઝન સ્ટોર, પટેલ ફરસાણ, સ્ટાર ઇમીટેશન, ખોડિયાર કિચન વેર, નંદનવન ડેરી, ક્રેઝી સૂઝ વેર, પટેલ હોઝિયરી, ગુરુકૃપા ઓટો, રાધિકા પ્લાસ્ટીક, ખોડલ ફેન્સી ઢોસા, શ્રી મંગલમ ક્લીનીક અને ખોડીયાર ફરસાણના સંચાલકો દ્વારા માર્જીન અને પાર્કિંગમાં ગેરકાયદે ખડકી દેવાયેલા છાપરાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
મારવેલ હોસ્પિટલ અને ડો.ભાવેશ વોરા ફાયર એનઓસી રિન્યૂ કરાવવા નોટિસ
વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે નંદનવન 40 ફૂટ રોડ પર હાથ ધરવામાં આવેલા ચેકીંગ દરમિયાન સાત હાઇરાઇઝ બિલ્ડીંગ, એક હોસ્પિટલ સહિત કુલ આઠ સ્થળોએ ફાયર બ્રિગેડ શાખા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વૃંદાવન એપાર્ટમેન્ટ, નંદાલય એવન્યૂ, રાજ આર્કેડ-1, એંજલબીઝ, ડો.ભાવેશ વોરા તથા મારવેલ હોસ્પિટલને ફાયર એનઓસી રિન્યૂ કરાવવા માટે નોટિસ આપવામાં આવી હતી.
ગંદકી કરનાર અને પ્લાસ્ટીક વાપરનાર 10 દંડાયા
જાહેરમાં કચરો ફેંકવા સબબ અને ગંદકી કરવા બદલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા આજે ચાર આસામીઓ પાસેથી રૂ.950નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ કરવા સબબ અને સંગ્રહ કરવા સબબ પાંચ આસામીઓ પાસેથી રૂ.2500નો દંડ વસૂલ કરી 5.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો હતો. જ્યારે બાંધકામ વેસ્ટનો નિકાલ આડેધડ કરવા સબબ એક આસામી પાસેથી રૂ.1000નો દંડ વસૂલ કરાયો છે.