વોર્ડ નંબર 4,5,15 અને 18માં કોર્પોરેશનનું ડિમોલિશન:16.30 કરોડની કિંમતની રૂ.3535 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાય
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા આજે શહેરના અલગ અલગ ચાર વોર્ડમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં ધાર્મિક હેતુનું બાંધકામ અને વોકલા પર ખડકાયેલી દુકાનોનું દબાણ હટાવવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે,આજે હાથ ધરવામાં આવેલા ડિમોલિશનમાં શહેરના ઇસ્ટ ઝોન વિસ્તારમાં અલગ અલગ ચાર વોર્ડમાં કોર્પોરેશનની જમીન અનામત પ્લોટ ડીપી અને ટીપીના રોડ તથા બોકડા પર ખડકાયેલા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. વોર્ડ નંબર 15 માં આજે ડેમ ચોકડી પાસે પોલીસ સ્ટેશનની પાછળ કોર્પોરેશનની માલિકીની જમીન પર 2950 મીટરમાં ખડકાયેલું બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત વોર્ડ નંબર 4 માં ટીપીના રહેણા હેતુ માટેના અનામત એવા 400 ચોરસ મીટરના પ્લોટ પર ખડકાયેલું દબાણ વોર્ડ નંબર 18 માં કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે જેટકો સબ સ્ટેશનની સામે ડીપી રોડ પર ધાર્મિક હેતુ માટેનું દબાણ વોર્ડ નંબર ચારમાં ગણેશ પાર્ક માં ટીપીના રોડ પર ખડકાયેલું દબાણ જ્યારે વોર્ડ નંબર પાંચમાં દુધેશ્વર મંદિરની સામે મોકળા પર ખડકાયેલી દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું આજે અલગ અલગ ચાર વોર્ડમાં ડિમોલિશન અંતર્ગત 16.30 કરોડની બજાર કિંમતની 3535 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી.