સેબીના નિયમો માં મોટા ફેરફાર એક્સચેન્જમા પણ T+1 સેટલમેન્ટ થઈ જશે રોકાણકારોને ઝડપથી નાણા મળશે

સેબી નવા શાજ્ઞ લાવવા માટેના નિયમો માં મોટા ફેરફારો લાવી રહી છે. આઇ.પી.ઓ.  લાવવા માટે ના ક્લીઅરન્સ ના સમયમાં 70 દિવસના બદલે 7 દિવસમાં ક્લીઅરન્સ મળશે. નવા નિયમો માર્ચ 2023 સુધીમાં અમલમાં આવશે. સેબી ચીફ દ્વારા આ વાતની જાણ ઇનબેસ્ટમેન્ટ બેન્કર્સ ને મુંબઈમાં એક સમારોહ માં જણાવવામાં આવી છે. ક્લીઅરન્સ માટેના સમયના ઘટાડાની જાણ સેબી દ્વારા ઇનીસ્ટમેન્ટ બેન્કર્સ ને કરવામાં આવી છે.

2021 ના કેલેન્ડર વર્ષ કરતા 2022 માં આઇ.પી.ઓ.  દ્વારા એકઠી  કરવામાં આવેલી રકામ માં ઘણો મોટો ઘટાડો જોવા મળ્યો છે. પરંતુ નાના  કદની કંપની ઓ નું પ્રાયમરી માર્કેટમાં પ્રભુત્વ વધતા સંખ્યા ની દ્રષ્ટીએ કંપનીઓ લિસ્ટ વધારે થય છે. પણ આઇ.પી.ઓ.  દ્વારા એકઠી કરવામાં આવેલી રકમમા 60% જેટલો ઘટાડો 2022 માં જોવા મળ્યો છે. આમાં પણ હશભ જેવા એક બે શાજ્ઞ ને બાદ કરીએ તો 2022 માં મોટી રકમના કોઈપણ આઇ.પી.ઓ. બજારમાં જોવા મળ્યા નથી.

ભારતીય શેરબાજરોમાં પેમેન્ટ ના સેટલમેન્ટ માં પણ ધરખમ ફેરફારો આવી રહ્યા છે. અને થોડાજ સમયમાં સંપૂર્ણપણે 1+1 સેટલમેન્ટ પ્રથા અમલમાં આવી જશે આંશિક રીતે તો અત્યારે 1+1 સેટલમેન્ટ પ્રકિયા ચાલી જ રહી છે. પરંતુ થોડા મહિનામાજ્ શેરબાજરમાં સંપૂર્ણપણે 1+1 સેટલમેન્ટ પ્રથા આવી જશે અનાથી રોકાણકારોને વેંચેલા શેરોના નાણા ઝડપથી મળી જશે અને બજારમાં ટર્નઓવર માં પણ ધરખમ વધારો જોવા મળશે.

આમ સેબી દ્વારા પ્રાયમરી માર્કેટમાં લાવી રહેલા ખાસ કરીને આઇ.ઓ.ઓ.  ના ક્લીઅરન્સ માં સમયમાં ઘટાડાને લઈને અને સેક્ધડરી માર્કેટમાં 1+1 સેટલમેન્ટ ના નિયમો ને લઈને ફાયદો થશે. નાના – નાના રોકાણકારો અને નવા રોકાણકારો પણ ઉમેરાશે અને બજારની પ્રવુતિને વેગ મળશે તેમાં કોઈ શંકા નથી. 2023 માર્ચ સુધીમાં ડિસિન્વેસ્ટમેન્ટ ના સરકાર ના ટાર્ગેટ ને લઈને પણ ઘણાબધા ઓ.એફ.એસ. આવવાની શક્યતા બજાર જોઈ રહી છે.

શેરબાજરના નિષ્ણાંત પરેશભાઈ વાઘાણી એ જણાવ્યું હતું કે ઉપરોક્ત ફેરફારોથિ શેરબજાર માં પ્રાયમરી માર્કેટ અને સેક્ધડરી માર્કેટને વેગ મળશે અને શેરબજારના ટર્નઓવરમા વધારો થશે અને આઇ.પી.ઓ.  દ્વારા એકઠા કરતા નાણા ને લઈને કંપનીઓ ને પણ ફાયદો અને અને શાજ્ઞ ની સંખ્યા પણ વધશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.