વેરાવળસ્વચ્છ ભારત મિશન અંતર્ગત શહેરોની જેમ હવે ગામડાઓમાં પણ સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવશે. રાજ્યના ૩૩ જિલ્લાઓમાં સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી હાથ ધરવાની સાથે ગીર સોમના જિલ્લાના ગામડાઓમાં તા. ૧ થી ૩૧ ઓગસ્ટ સુધી સ્વચ્છતા સર્વેક્ષણની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં જિલ્લાના કોઇપણ ૧૦ ગામમાં સર્વેક્ષણ કરાશે તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સંજય મોદીએ જણાવ્યુ હતુ.

ભારત સરકાર દ્રારા નિયુક્ત કરેલી એજન્સી દ્રારા ગીર સોમના જિલ્લાના ગામડાઓમાં સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવશે. આ કામગીરી અંતર્ગત ગામડાઓમાં મહત્વપૂર્ણ અને સરકારી સ્થળો પર સ્વચ્છતાની સ્થિતિનો સર્વે કરી તેના આધારે ગુણ આપવામાં આવશે. પ્રદેશ અને રાષ્ટ્રકક્ષાએ પ્રમ રહેનારા ગામડાઓનું તા. ૨ ઓક્ટોબરના ગાંધી જયંતિએ સન્માન કરવામાં આવશે.

આ સ્વચ્છતા સર્વેક્ષણમાં પાણી ભરાયેલા ખાબોચિયાની સ્થિતિ, શૌચાલયોની ઉપલબ્ધતા, વેરાયેલા કચરાની સ્થિતિ, શૌચાલયોની ઉપયોગીતા અને નાગરિકોના રૂબરૂ અને ઓનલાઈન પ્રતિભાવ વગેરે બાબતોને ધ્યાનમાં લેવામાં આવશે. ૫ જાહેર સ્થળોએ શૌચાલય અને ઉપયોગ માટે ૬ ગુણ, ૫ જાહેર સ્થળોએ નહિંવત કચરો વેરાયેલા છે તેના માટે ૧૦ ગુણર ૫ સ્થળોએ નહિંવત પાણી ભરાયેલ માટે ૧૦ ગુણ, પ્રતિભાવો અંતર્ગત ગ્રામીણ સ્વચ્છ સર્વેક્ષણની જાણકારી માટે ૧ ગુણ, ગ્રામ્યકક્ષાએ હાથ ધરાયેલા માહિતી, શિક્ષણ, પ્રચારની કામગીરી માટે ૩ ગુણ, ગામમાં ગંદા પાણીની નિકાલની વ્યવસની ઉપલબ્ધતા માટે ૩ ગુણ અને ગામમાં ઘનકચરાના નિકાલની વ્યવસની ઉપલબ્ધના માટે ૩ ગુણ આપવામાં આવશે. આ પધ્ધતિથી આવી રીતે ગુણ આપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.