ભારતના શહેરી વિસ્તારોમાં ગુજરાત ખૂલ્લામાં શૌચક્રિયા મૂકત જાહેર થયેલુ પ્રથમ રાજય
આપણે ત્યાં કહેવાયું છે કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુનો વાસ હોય છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પણ સ્વચ્છતાને ખૂબ મહત્વ આપ્યું હતું. તેમના સ્વચ્છતાના મંત્રને આત્મસાત કરીને આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી. આ મિશન હેઠળ દેશને ખુલ્લામાં શૌચમુક્ત બનાવવાનો નિર્ધાર કર્યો. સાથે જ શહેરોમાં ડોર ટુ ડમ્પની વ્યવસ્થા ઉભી કરવામાં આવી. સાત વર્ષ બાદ પરિણામ એ આવ્યું છે કે આપણે હવે સવારના કચરો લેવા આવતા વાહનને કચરાની ગાડી નહીં પરંતુ સ્વચ્છ ભારતની ગાડી આવી તેમ નાગિરકો કહેતા થયા છે. સ્વચ્છતાએ શહેરોનો સ્વભાવ બની ગયો છે.
આદણીય વડાપ્રધાનશ્રીએ સ્વચ્છ ભારત અભિયાનને આગળ વધારતા સ્વચ્છ ભારત અભિયના-2.0 ની શરૂઆત કરાવી છે જેમાં શહેરોના ઘન કચરાના નિકાલ પર વધુ ભાર અપાયો છે. સાથે નગરપાલિકા વિસ્તારમાં કચરાના નિકાલ અને પ્રોસેસીંગ પર ભાર આપવામાં આવ્યો છે. ગુજરાત દેશમાં ખુલ્લામાં શૌચમુક્ત થવામાં અગ્રેસર રાજ્ય રહ્યું હતું. સ્વચ્છ ભારત મિશન હેઠળ આદરણીય ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાત મક્કમતાથી આગળ વધી રહ્યું છે. તાજેતરમાં આદરણીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યનો પહેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું જામનગર ખાતે લોકાર્પણ કર્યું છે. 90 કરોડ રૂપિયાના ખર્ચે પીપીપી ધોરણે આ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે દૈનિક 450 મેટ્રિક ટન કચરાને પ્રોસેસ કરીને તેમાંથી દૈનિક 7.5 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે.
સ્વચ્છ ભારત મિશન હેઠળ ગુજરાતનાં સુરત-રાજકોટને સ્વચ્છતામાં ફાઈવ સ્ટાર રેટિંગ: અમદાવાદ, ગાંધીનગર, જામનગર, બગસરા અને વડોદરાને થ્રી સ્ટાર રેટિંગ
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટની સ્થિતિ
પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ નિયમો, 2016નો અમલ કરવામાં આવ્યો છે. રાજયની તમામ નગરપાલિકાઓ અને 7 મહાનગરપાલિકાએ પ્લાસ્ટિક વેસ્ટ બાયલોઝ તૈયાર કરી તેની અમલવારી શરૂ કરી દીધી છે. રાજ્યના સચિવ કક્ષાના અધ્યક્ષ સ્થાને રાજ્ય કક્ષાની પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ મોનીટરીંગ કમિટીની મીટીંગ 14 વખત મળેલ જેમાં 132 એક્શન પ્લાનને અનુમોદન આપવામાં આવેલ છે.
રાજયની તમામ નગરપાલિકા અને 7 મહાનગર પાલિકામાં પ્લાસ્ટીક વેસ્ટ બાયલોઝ તૈયાર કરી અમલવારી શરૂ કરાય
શૌચાલય નિર્માણ
રાજ્યની તમામ 8 મહાનગરપાલિકાઓ તથા 156 નગરપાલિકાઓમાં કુલ 5,60,046 વ્યક્તિગત શૌચાલયોની સેવા પૂરી પાડવામાં ગુજરાત ભારતનું અગ્રણી રાજ્ય છે. સમગ્ર ભારતમાં શહેરી વિસ્તારમાં ગુજરાત રાજ્ય સૌ પ્રથમ ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત જાહેર થયેલ. ઘઉઋ + અંતર્ગત રાજ્યની 1 મહાનગરપાલિકા તથા 41 નગરપાલિકાઓ ઘઉઋ+ જાહેર થયેલ છે, તેમજ 6 મહાનગરપાલિકાઓ તથા 110 નગરપાલિકાઓ ઘઉઋ++ જાહેર કરવામાં આવી છે. રાજ્યની સુરત મહાનગરપાલિકા વોટર પ્લસ જાહેર કરવામાં આવી છે.
રાજયના શહેરમાં 1378 વોર્ડમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન: 80.91 ટકા કચરો પ્રોસેસ કરવામાં આવે છે
સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રાપ્ત કરેલ સિદ્ધિઓ
સ્વચ્છતા સર્વેક્ષણમાં હંમેશા રાજ્યના શહેરો ટોપ ટેન માં રહેલા છે.
વર્ષ 2020ના છેલ્લા સ્વચ્છતા સર્વેક્ષણ્માં ભારતના સ્વચ્છ શહેરમાં સુરત બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
ભારતના 40 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.
ગાંધીનગર મહાનગર પાલિકા અને પેટલાદ નગર પાલિકા ને બેસ્ટ ઈનોવેશન ની કામગીરી બદલ એવોર્ડ આપવામાં આવ્યા છે.
સ્વચ્છ ભારત મિશન શહેરી હેઠળ ગુજરાતની સિદ્ધિઓ
રાજ્યના સુરત અને રાજકોટ શહેરને સ્વચ્છતા માટે 5 સ્ટાર રેટિંગ રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, જામનગર, બગસરા અને વડોદરા શહેરને સ્વચ્છતા માટે 3 સ્ટાર રેટિંગ ભારતના સૌથી સ્વચ્છ શહેર માટેના એવોર્ડમાં સુરત શહેરનો બીજો ક્રમાંક
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની વિગતો
રાજ્યના શહેરોના કુલ 1378 વોર્ડમાં ડોર ટુ ડોર કલેક્શનની કામગીરી થાય છે. જે 99 ટકા કામગીરી થાય છે. રાજ્યમાં 9846 ઝઙઉ કચરો ઉત્પન્ન થાય છે જેનો 87.91 ટકા કચરો પ્રોસેસ કરવામાં આવે છે. 1243 વોર્ડમાં 100% સેગ્રીગેશન કરવામાં આવે છે. રાજ્યમં 173.25 ટન લીગસી વેસ્ટ જનરેટ થાય છે જેમાંહ્તી 46 % વેસ્ટને પ્રોસીસ કરવામાં આવે છે.