બગસરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા રથને સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૯ અંતર્ગત આવકાર સાથે રથને પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રથમ દિપ પ્રાગટયથી કાર્યક્રમ શ‚ કરાયો હતો. ત્યારબાદ સ્વચ્છતા ગીતો-કવિતા-ભકિતગીત-ગરબાએ તમામ બાબતો સ્વચ્છતાને રજુ કરવામાં આવી હતી. સ્વચ્છતાની શપથથી ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામીએ લેવડાવી હતી.
સઘળા કાર્યક્રમનું આયોજન અને સંકલન હેડ કલાક બી. સી. ખીમસુરીયાએ કર્યું હતું. સ્વચ્છતા સર્વેક્ષણ તેમજ સ્વચ્છતા રથ અંગેની આનુષંગિક માહિતી ઉપપ્રમુખ નિતેષભાઈ ડોડીયા તેમજ નોડલ ઓફિસર કમલેશભાઈ સેજલીયાએ આપેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ એ.વી.રીબડીયા જહેમત ઉઠાવેલ રથને મેઘાણી હાઈસ્કુલથી પ્રસ્થાન કરી ઢોલ-નગારા સાથે વાજતે-ગાજતે બગસરા શહેરના વિવિધ વિસ્તારમાં જેવા કે સ્ટેશન રોડ, વિજય ચોક, ગોંડલીયા ચોક, તાલુકા શાળા કન્યા શાળા, નગરપાલિકા પાસે, નદી પરા, આવાસ હુડકો, મામલતદાર કચેરી વગેરે વિસ્તારોમાંથી પસાર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષકો, વાલીઓ, એનએસએસ, એનસીસી ક્રેડેટ વિદ્યાર્થીઓ, નગરજનો, નગરની વિવિધ સંસ્થાના અધ્યક્ષો હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે ચીફ ઓફિસર ભાવનાબેન ગોસ્વામીએ બહોળા જનસમુદાયને સ્વચ્છતા સર્વેક્ષણ અંગેની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.