શું મોદીએ દેશને સ્વચ્છ કરતા પહેલા બાબુઓને સ્વચ્છ કરવા જરૂરી?

ભાજપ પક્ષે દરેક ક્ષેત્રે ભ્રષ્ટાચાર નાબુદ કર્યા હોવાનો દાવો કર્યો છે. સરકારનું સ્પષ્ટપણે માનવું છે કે, દેશમાં કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર સહન કરવામાં નહીં આવે ત્યારે લોકોનાં વિકાસને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર અને નરેન્દ્ર મોદી દ્વારા અનેકવિધ વિકાસલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવી છે તેમાં પણ જયારે વડાપ્રધાનનાં ડ્રિમ પ્રોજેકટ વિશે વાત કરવામાં આવે તો તે સ્વચ્છ ભારત અભિયાન હોવાનું સામે આવ્યું છે. દેશ સ્વચ્છ થતા થશે પરંતુ મોદીએ બાબુઓને સ્વચ્છ કરવા અત્યંત જરૂરી છે. બાબુશાહીમાં હાલ સ્વચ્છતા અભિયાન મહત્વપૂર્ણ મુદ્દો બની રહ્યો છે. વાસ્તવિકતા મુજબ સરકારી આંકડા પ્રમાણે દેશમાં ૯૬ ટકા જેટલા શૌચાલયો બનાવી દેવાનો દાવો કર્યો છે જયારે સર્વે કરવામાં આવતા ૨૫ ટકાથી ઓછા શૌચાલય બનાવ્યાનો ઘટસ્ફોટ થતા વયમનસ્યતા ઉભી થઈ છે ત્યારે આંકડામાં જે તફાવત આવે છે તે ભ્રષ્ટાચાર કયો તે પણ એક મુખ્ય પ્રશ્ર્નાર્થ ઉભો થાય છે.

કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી અનેક વિકાસલક્ષી યોજનાઓ અને દેશને ઉત્કૃષ્ટ સ્થાન પ્રાપ્ત કરનાર યોજનાઓને ત્વરીત અમલમાં મુકવા માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાનને વેગવંતુ બનાવવા અનેકવિધ પગલાઓ લીધેલા છે પરંતુ જે સફળતા અને જે જાગૃતતા લોકોમાં સ્વચ્છ ભારત અભિયાન માટે થવી જોઈએ તે હજુ સુધી થઈ નથી ત્યારે શરમજનક આંકડો સામે આવી રહ્યો છે કે, સરકારી ચોપડા પર જયારે ૯૩ ટકા ગ્રામ્ય વિસ્તારોને શૌચાલયો પ્રાપ્ત થયા છે ત્યારે એનએસએસનાં રીપોર્ટમાં માત્ર ૨૫ ટકાથી વધુનાં પરીવારોને આ મજબુરીમાંથી મુકિત મળી નથી તે સૌથી મોટી ચોંકાવનારી વાત છે.

વિશ્ર્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં પ્રત્યેક નાગરીકની જીવન જરૂરી સુવિધાઓ પુરી કરવા માટે સંકલ્પબઘ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે મહાત્મા ગાંધીજીનાં વિચારો મૂર્તિમંત કરવા તે માટે સ્વચ્છ ભારત અભિયાન અને દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુકત કરવા હાથ ધરેલા અભિયાનની ખુબ જ સારી પ્રગતિ થઈ રહી છે પરંતુ હજુ દેશને આ લાચારીમાંથી સંપૂર્ણ રીતે મુકત કરવા જાણે દિલ્હી માટે સ્વપ્ન જોજનો દુર હોય તેવું લાગી રહ્યું છે.

નેશનલ સેમ્પલ સર્વે એનએસએસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં સરકારનાં આ સંકલ્પથી તદન વિરોધાભાસી ચિત્ર ઉભું થયું છે. હજુ દેશની કુલ વસ્તીનાં ચોથા ભાગથી પણ વધુ પરીવારોને પોતાનું સ્વાયત શૌચાલય મળ્યું નથી. દેશનાં તમામ ગામડાઓને જાહેર શૌચાલય મુકત કરવામાં આવ્યા પૂર્વે જુલાઈથી ડિસેમ્બર-૨૦૧૮નાં ગાળામાં કરવામાં આવેલા સર્વેમાં એનએસએસએ આ ચોંકાવનારો અહેવાલ રજુ કર્યો છે. નવેમ્બર-૨૦૧૮થી ફેબ્રુઆરી-૨૦૧૯ દરમિયાન ૯૩.૧ ટકા ગ્રામ્ય વિસ્તારોમાં શૌચાલયો પ્રાપ્ત થયા છે. સરકારનાં આ દાવા સામે એનએસએસનાં રીપોર્ટમાં હજુ ૨૫ ટકાથી વધુ પરીવારોને આ મજબુરીમાંથી મુકિત મળી નથી જોકે સેનેટેશન અને સરકારનાં આંકડાકિય વિભાગે એનએસએસનાં અહેવાલને અધુરું ગણાવ્યું છે. બંને સંસ્થાઓએ ૯૬ ટકા કામગીરી પુરી કરી હોવાનો દાવો પણ કર્યો છે.

7537d2f3 2

એનએસએસે એવો દાવો કર્યો છે કે, લાભાર્થીઓએ શૌચાલય અને એલપીજી સિલિન્ડરનાં વિકલ્પોની પસંદગીમાં કેટલીક સુવિધાઓ જતી કરી છે. એનએસએસનાં ૭૬ રાઉન્ડનાં સર્વેમાં પે જળ શૌચાલય, ગટર વ્યવસ્થા, ઘર, વિદ્યુતિકરણ, એલપીજી કનેકશનની સુવિધાઓ સાથે કરવામાં આવેલા સર્વેમાં દરેકને પોતાનું સ્વાયત શૌચાલય ન મળ્યું હોવાનું કહેવામાં આવ્યું છે જોકે સરકારી સંસ્થાઓએ એનએસએસનાં આ અહેવાલને અધકચરી માહિતી ધરાવતો અહેવાલ ગણાવ્યો છે ત્યારે સરકાર દ્વારા જે વિકાસલક્ષી યોજનાઓ અને દેશનાં ઉત્થાન માટે ઉપયોગી એવી યોજનાઓને વહેલાસર અમલી બનાવાય તે દિશામાં પણ અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ દેશની અર્થવ્યવસ્થા ડામાડોળ હોવાથી તેને કેવી રીતે ફરીથી બેઠી કરી શકાય તે દિશામાં પણ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

વિશ્ર્વભરમાં શૌચક્રિયા માટે અનેક દેશોએ એક અલગ જ વ્યવસ્થા ઉભી કરેલી હોય છે ત્યારે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ માત્ર શૌચાલય બનાવવાનો જ હેતુ નથી પરંતુ તેનાથી પણ કેન્દ્ર સરકાર દ્વારા ઘણા ખરા સ્વપ્ન સેવવામાં આવ્યા છે. અપુરતી વ્યવસ્થાનાં કારણે દેશમાં મૃત્યુઆંક દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. તેનાં જો મુળ કારણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો યોગ્ય શૌચ સુવિધા, અપુરતી આરોગ્યલક્ષી કામગીરી સહિતનાં અનેક મુદાઓ સામે આવતા દેશવાસીઓએ અનેકવિધ તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સરકારે પણ આ મુદ્દે ગંભીર વિચારણા કરી સ્વચ્છ ભારત અભિયાન યોજનાને બનાવવી હતી અને તેનો વહેલાસર અમલ કરવા માટે પણ જણાવ્યું હતું પરંતુ હાલની પરિસ્થિતિ પર જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો તે વાત સ્પષ્ટ થાય છે કે આવનારા સમયમાં સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાનને વધુ મજબુત કરવા માટે અનેકવિધ પ્રયત્નો હાથ ધરવા પડશે નહિતર ઘણી ખરી તકલીફોનો સામનો કરવો પડશે.  હાલ વૈશ્ર્વિક સ્તર પર દેશ ઘણી રીતે અને ઘણા મુદ્દે અન્ય દેશોની સરખામણીમાં અવ્વલ ક્રમે છે પરંતુ જયારે સ્વચ્છ ભારત અભિયાન વિશે જો વાત કરવામાં આવે તો દેશ ઘણા ખરા અંશે પછાત હોવાનું સામે આવ્યું છે ત્યારે જે રીતે વિરોધાભાસી આંકડાઓ સામે આવ્યા છે તે જોતા એ વાત સ્પષ્ટ થાય છે કે સ્વચ્છ ભારત અભિયાનની સાથો સાથ અનેકવિધ પ્રકારે ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે જેનાથી દેશને જે યોગ્ય ન્યાય મળવો જોઈએ તે મળતો નથી. હાલ જે ગ્રામ્ય વિસ્તારોને લઈ શૌચાલયને લગતી જે તકલીફ અને સમસ્યા ઉદભવિત થઈ રહી છે તેની સામે શહેરી વિસ્તારમાં પણ અનેકગણી તકલીફો અને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

જોવાનું એ રહ્યું કે શું આ તકલીફ વહેલી પૂર્ણ થશે કે કેમ ? કારણકે હાલની દેશની પરિસ્થિતિ જોતા ભારત દેશ અનેકવિધ તકલીફો અને સમસ્યાથી ઘેરાયેલો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સ્વચ્છ ભારત અભિયાન હેઠળ જો દેશ સ્વચ્છતાને અગ્રેસર રહી તમામ કાર્યો પાર પાડશે તો દેશનું આરોગ્ય પણ સુધરશે અને લોકોને જે મૃત્યુઆંક વધી રહ્યો છે તેમાં પણ અનેકગણો ઘટાડો થશે અને તેની સામે રોજગારીની તકો પણ વિશાળ પ્રમાણમાં ઉભી થશે તે દિશામાં કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાનને શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ જે રીતે હાલની પરિસ્થિતિ જોવામાં આવી રહી છે ત્યારે મુખ્ય પ્રશ્ર્ન એ ઉદભવિત થાય છે કે શું આ પ્રશ્ર્નનનું વહેલાસર નિરાકરણ આવશે કે કેમ ?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.