તા.૧૫ સપ્ટેમ્બર થી ૦૨ ઓકટોબર ૨૦૧૮ દરમિયાન સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત નાના કાંધાસર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (ચોટીલા ) ખાતે સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી કરવામાં આવી હતી. સ્વચ્છતા પખવાડિયા દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વર્કશોપનું આયોજન તથા સ્વચ્છતાને લગતા સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું.
સ્વચ્છતા પખવાડિયા દરમિયાન ખેડૂતો અને મહિલા ખેડૂતોને કૃષિ વિજ્ઞાન કેન્દ્રનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા એમ .એફ ભોરાણીયા અને વૈજ્ઞાનિકો ડી.એ.પટેલ અને ડો.આર.પી.કાલમાં દ્વારા સ્વચ્છતાનું જીવનમાં મહત્વ વિષય પર સમજણ આપવા આવી હતી ઉપરાંત પશુઓના ગોબર તથા ક્ચરાનો ઉપયોગ કરી દેશી ખાતર કઈ રીતે બનાવી શકાય તે અંગે માહિતગાર કર્યા હતા.