ડીઆરએમ, પી.બી. નિનાવાએ જણાવતા કહ્યું હતું કે, ભારતીય રેલ્વે ૧૬ ઓગષ્ટથી લઈ ૩૧ ઓગષ્ટ સુધી સ્વચ્છતા
પખવાડિયાનું આયોજન કરી રહ્યું છે. જેના અનુસંધાને રેલ્વે સ્ટેશન, કોલોનીઝ, ટ્રેન સિવાય અનેક જગ્યાએ સ્વચ્છતા હાથ ધરવામાં આવી રહી છે. આજરોજ ભક્તિનગર સ્ટેશન ઉપર સંત નિરંકારી ટ્રસ્ટનાં સંયુકત ઉપક્રમે સ્વચ્છતા હાથ ધરવામાં આવી છે. જેમાં નિરંકારી ટ્રસ્ટનાં સભ્યો અને રેલ્વેનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે.જયારે નિરંકારી ટ્રસ્ટનાં કેશવાણીજીએ જણાવ્યું હતું કે, સફાઈ અભિયાનમાં રેલ્વેનાં અધિકારીઓએ જે મોકો આપ્યો છે તેના અમે આભારી છીએ. વધુમાં જણાવતા તેમને કહ્યું હતું કે, સદ્ગુ‚ કહે છે કે, બહારની સ્વચ્છતા જેટલી જ‚ર છે તેના કરતા અંદરની સ્વચ્છતા ખૂબજ જ‚રી છે. જેના અનુસંધાને ભક્તિ કરવાથી અંદરની સ્વચ્છતા જળવાઈ છે જેથી વ્યક્તિ મહાન બને અને ભારત દેશનું નામ રોશન કરે