રાજકોટ મહાનગરપાલિકા દ્વારાવન ડે-થ્રી વોર્ડ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. આજરોજ વેસ્ટ ઝોનના વોર્ડ નં.૯ સેન્ટ્રલ ઝોનનાં વોર્ડ નં.૭ અને ઈસ્ટ ઝોનના વોર્ડ નં.૬માં ઝુંબેશ હાથ ધરાઈ હતી.
વોર્ડ નં. ૦૯માં મુખ્યત્વે યુનિવર્સીટી રોડ, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ, ટેલીફોન એક્સચેન્જ રોડ, રવિરત્ન મેઈન રોડ જેવા વિસ્તારો આવરી લીધેલ. આજ વોર્ડ નં.૦૯ માં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા ૨૧૦, સફાઇ કરાવેલ કુલ મુખ્ય માર્ગોની સંખ્યા્ ૦૫, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા ૦૩, સફાઇ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા ૧૫, મીની ટીપર વાહન મારફત કલેક્શન કરવામાં આવેલ કુલ કચરો – ૧૮ ટન, કુલ જે.સી.બી ૦૩, કુલ ડમ્પ રના ફેરા ૦૬, કુલ ટ્રેક્ટરના ફેરા ૦૫, કયુ આર. ટી. કારગો ટીમ ફેરા ૦૧, ચુનો / મેલેથીઓન પાવડર નો કરેલ છંટકાવ – ૦૩ બેગ, સફાઇ કરાવેલ માર્કેટ / હોકર્સ ઝોન ૦૨, સફાઇ કરાવ્યા હતા.
વોર્ડ નં. ૦૭માં “સઘન સ્વચ્છતા ઝુંબેશમા એસ્ટ્રોન ચોક / વોકળો, વિજય પ્લોટ, યાજ્ઞિક રોડ, ટાગોર રોડ, સરદાર નગર રોડ વિગેરે જેવા વિસ્તારો આવરી લીધેલ. આજ રોજ વોર્ડ નં.૦૭ માં સઘન સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત સફાઇ કરાવેલ કુલ લતા/વિસ્તારની સંખ્યા૩૨૫, સફાઇ કરાવેલ કુલ ખુલ્લા પ્લોટની સંખ્યા – ૦૮, ચુનો / મેલેથીઓન પાવડર નો કરેલ છંટકાવ – ૨૫ બેગ, ટીપર વાહનની ટ્રીપની સંખ્યા ૨૮, ડમ્પર વાહનની ટ્રીપની સંખ્યા- ૦૬, સફાઇ કરાવેલ કુલ ન્યુસન્સ પોઇન્ટની સંખ્યા ૧૦, ઉપયોગમાં લીધેલ કુલ જે.સી.બી – ૦૩, સફાઈ કરાવેલ વોંકળાની સંખ્યા- ૦૨, કુલ ડમ્પરના ફેરા ૦૩ દ્વારા કુલ ૩૪ ટન કચરાનો નિકાલ કરવામા આવ્યો હતો.
વોર્ડ નં.-૬માં સધન સફાઈ ઝુંબેશની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ઉપરાંત અન્ય શાખાઓ દ્વારા ઝુંબેશ ચલાવવામાં આવેલ હતી.
ઉકત ઝુંબેશ દરમ્યાન ભાવનગર રોડ, સીતારામનગર, શક્તિ ઇન્ડ. એરીયા, કબીરવન સોસાયટી, દુધની ડેરી પાછળ, ગઢીયાનગર-૩, રોયલ રાજ હોટેલ સામે, જૈન દેરાશર પાસે આવેલ ખુલ્લા પ્લોટોની સફાઈ કરવામાં આવેલ છે. તદુપરાંત પેડક રોડ, સંત કબીર રોડ, ભાવનગર રોડ, સીતારામનગર મે. રોડ, મહિકા મે. રોડ વગેરે મુખ્ય માર્ગોની સફાઈ કરવામાં આવેલ છે. તથા પાંજરાપોળ ગૌશાલા સામે તથા ડ્રીમ લેન્ડ એપાર્ટમેન્ટ પાસે આવેલ વોક્ળાની સફાઈ કરવામાં આવેલ છે. ડમ્પરવાનની ટ્રીપની સંખ્યા-૦૬, ઉપયોગમાં લીધેલ જે.સી.બી. ની સંખ્યા-૦૩, સફાઈ કરાવેલ વોંકળાની સંખ્યા-૦૨, ટ્રેક્ટરના ફેરાની સંખ્યા-૦૯ દ્વારા કુલ ૬૯ (મે.ટન) કચરાનો નિકાલ કરવામાં આવ્યો.
ઘરે ઘરે ટાંકા- પી૫, અન્ય, પાણી ભરેલા પાત્રો તપાસી, જયાં મચ્છંરના પોરા જોવા મળે ત્યાં પાત્રો ખાલી કરાવવામાં આવ્યારૂ અથવા તો દવા છંટકાવ કરી પોરાનો નાશ કરવામાં આવેલ તથા મોટા અને ખુલ્લાં રહેતા પાણીના પાત્રોમાં પોરાભક્ષક ગપ્પીમ માછલી મુકવામાં આવેલ.