સમગ્ર ભારતભરમાં સ્વચ્છતા અભિયાન શરૂ થયું છે જેના ઉપલક્ષમાં રાજકોટ ખાતે વોર્ડ નં.૧૩માં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની આગેવાની હેઠળ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ખુબ જ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

આ તકે જીતુભાઈ વાઘાણીએ રાજકોટ યુનિટનો આભાર માનતા પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ગઈકાલથી ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી ૨ ઓકટોબરથી સમગ્ર દેશમાં નેતૃત્વમાં કરવાના છે ત્યારે ભારતીય જનતા પાર્ટી યુનિટ દ્વારા સ્વચ્છતા હી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

vlcsnap 2018 09 17 12h14m03s205ભારતીય જનતા પાર્ટી યુનિટે તમામ યુનિટનો કાર્યકર્તાઓને નરેન્દ્રભાઈએ જે આહવાન કર્યું છે. ૨ ઓકટોબર સુધી શ્રમદાન કરે તેના ભાગરૂપે ગઈકાલે હું અમદાવાદ હતો. રાજકોટ ભારતીય જનતા પાર્ટીના નેતા અને દેશના સ્વિકૃત પૂર્વવડાપ્રધાન અટલજીની આજે માસિક પુણ્યતિથિ નિમિતે રાજકોટ યુનિટને વાત કરવામાં આવી અને સ્વચ્છતાની જાગૃતિ કેવી રીતે લોકો સુધી પહોંચાડી સફાઈ તે વિશે માહિતી પણ આપવામાં આવે. ગાંધીજીના સ્વપ્નોનું ભારત બનાવવા માટે અને તેમના વિચારોનું અમલ થાય તે મહત્વનું છે.

ગરીબ વિસ્તારમાં પણ સફાઈની જરૂરીયાત હોય છે અને તેથી શ્રમદાન કરવું અનિવાર્ય છે. કમલેશભાઈની નેતૃત્વ હેઠળની જે ટીમ છે અને તે જે શ્રમદાન કરી રહ્યું છે તે મહત્વનું છે. આપણે ઘરને મંદિર ગણીએ છે તેજ રીતે આપણે સ્વયં જાગૃત થવું જોઈએ અને પોતાના વિસ્તાર, એરીયા અને મહોલામાં સ્વચ્છતા જાળવવી જોઈએ જે મહત્વની વાત છે. મંદિરની બાર જેમ કચરો નથી હોતો એવી જ રીતે ઘરની બહાર પણ ન હોવો જોઈએ. લોકોએ સંકલ્પ કરવો જોઈએ અને આ અભિયાનને આત્માસાત કરવાની જરૂર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.