વ્યસનમુકિત ઝુંબેશમાં શાળાના વિઘાર્થીઓ અને શિક્ષકો પણ જોડાયા

સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્ર્વવિઘા પ્રતિષ્ઠાનમ છારોડી અને મેમનગર શ્રી સ્વામીનારાયણ ગુરુકુલના અઘ્યક્ષ શા. માધવપ્રિયદાસજી સ્વામી તથા બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી, મુનિવત્સલદાસજી સ્વામી, ભકિતવેદાંતદાસજી સ્વામી, તથા કૃષ્ણજીવનદાસજી સ્વામીની આગેવાની નીચે, દર્શનપ્રિયદાસજી સ્વામી, શ્રુતિવલ્લભદાસજી સ્વામી, વિશ્વવલ્લભદાસજી સ્વામી, વિશ્વમંગલદાસજી સ્વામી, સર્વમંગળદાસજી સ્વામી, જનમંગળદાસજી સ્વામી, દિવ્યસાગરદાસજી સ્વામી, ગુણસાગરદાસજી સ્વામી, ઋષિકેશદાસજી સ્વામી, વગેરે સંતો-પાષદો સાથે ગુરુકુલ દ્વારા સ્વચ્છતા અભિયાન માટે દત્તક લેવાયેલ ૧૦૮ ગામો પૈકીના અમરેલી જીલ્લાના અમરાપુર, ભાયાવદર, લાખાપાદર, દેરડી, ખજુરી પિપળીયા, નાની મોટી કુંકાવાવ, દહીંડા, રંગપુર, જંગર, દુદાળા, ગીર, ભાડેર, સરસિયા, સમઢિયાળા મોટા, ગોવિદપુર, હિરાવા, ખાંભા, વગેરે ગામો જે તે શાળાના બાળકો શિક્ષકો તથા ગ્રામજનોના સહકારથી સ્વચ્છતા અભિયાનમાં જોડાઇ રહ્યા છે.

શા માધવપ્રિયદાસજી સ્વામીના સંકલ્પ પ્રમાણે આપણા ઘર, ફળી, શેરી અને ગામ આભલા જેવા રુપાળા હોવા જોઇએ. ગુરુકુલના સંતો જાતે ગામડે જઇ હરિભકતોની સભા કરી, સ્વચ્છતા અભિયાન અંગેની તથા વ્યસન મુકિતની વાતો કરી, ભગવાન સ્વામીનારાયણ ની આજ્ઞા મુજબ મંદીરો, બાગ બગીચા, જાહેર વિભાગ વગેરે સ્થળે મળમૂત્ર કે થુંકવું પણ નહી એવી આજ્ઞા આપી છે તે મુજબ સંતો ઉપદેશ આપી પોતે જ હાથે સાવરણો લઇ ગામની શેરીઓ સાફ કરવા માંડતા હોય છે ત્યારે હરિભકતો અને શાળાના બાળકો શિક્ષકો પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાય છે.

આગામી તા. ૨૦ સપ્ટેમ્બર ગુરુવારના રોજ સવારે ૯ થી ૧ર દ્રોણેશ્વર ગુરુકુલ ખાતે ઉજવાનારા જળઝીલણી મહોત્સવમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલ તમામ કાર્યકરોને તથા સર્વે ભકતોને પધારવા નિમંત્રણ આપવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.