૧૫ સપ્ટેમ્બરથી ૨ ઓકટોબર સુધી સ્વચ્છતા હી સેવા પખવાડા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન
રાજકોટ રેલવે મંડળ દ્વારા ૧૫ થી ૨ ઓકટોબર સુધી સ્વચ્છતા સેવા પખવાડીયું મનાવવામાં આવશે. ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે સંપૂર્ણ ભારતીય રેલવે દ્વારા આ અભિયાન ચલાવવામાં આવશે.
રાજકોટ મંડળના રેલવે પ્રબંધક પી.બી. નિનાવે જણાવ્યું કે વિવિધ કાર્યક્રમો દ્વારા સ્વચ્છતા સેવા પખવાડીયું ઉજવાશે જેમાં રેલવે સ્ટેશનો, ટ્રેનો કાર્યાલયો, કોલોનીઓ, કારખાનાઓ તેમજ હોસ્પિટલોમાં વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે આ ઉપરાંત વોટર બુથ તેમજ પીવાના પાણીની ગુણવતા, નાલાઓની સાફ સફાઈ, ડસ્ટબીનની વ્યવસ્થા અને કચરાના નિકાલની વ્યવસ્થા કરવામા આવશે અને ગંદકી ફેલાવનાર વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
સ્વચ્છતા એજ સેવા પખવાડીયાનાં પ્રથમ દિવસે સ્વચ્છતા જાગૃતીનો હશે જેમાં કર્મચારી અને તેમના પરિવારજનોને સ્વચ્છતાના શપથ લેવડાવવામાં આવશે જયારે બીજો અને ત્રીજો દિવસ ‘સ્વચ્છ સંવાદ’ વિષય પર આધારિત હશે જેમાં ખાનગી સંગઠનો ચેરીટેબલ ટ્રસ્ટ, સ્કાઉટ તેમજ ગાઈડ, યુનિયન તથા રેલવે કર્મચારીઓને સ્વચ્છતા અંગે સેમીનાર યોજી જાગૃત કરાશે. ચોથા અને પાંચમા દિવસે સ્વચ્છ સ્ટેશન અંતર્ગત ડસ્ટબીન આપવામાં આવશે. જયારે છઠ્ઠા અને સાતમાં દિવસે સ્વચ્છ રેલગાડી કાર્યક્રમ યોજાશે જયારે બાદના કાર્યક્રમોનો સેવા દિવસ સ્વચ્છતા પરિસર,, સ્વચ્છ આહાર, સ્વચ્છનીર, સ્વચ્છ પ્રસાધન, અને સ્વચ્છતા પ્રતિયોગીતાનું આયોજન કરવામાં આવશે.