બાળકોનાં મનોરંજન અને રમત ગમત માટેના આ બાગમાં મૃત-પશુ પક્ષિઓ સહિત ૧૦ ટ્રેકટર કચરો નિકળતા ચકચાર
સુરેન્દ્રનગર ખાતે લોકોને હરવા ફરવા તેમજ બાળકોને રમવા અને આનં પ્રમોદ કરવા માટેનું એક માત્ર સ્થળ એટલે ટાગોર બાગ શહેરની મધ્યમાં આવેલ ટાગોર બાગની તંત્ર દ્વારા યોગ્ય જાળવણી ન થતા જાણે કે ઉકરડો બની ગયો હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
લાખો રૂપીયાના ખર્ચે વિકસાવવામાં આવેલ આ બગીચામાં ઉકરડાના ગંજ ખડખાતા અનેક વખત થયેલ રજૂઆત આખરે તંત્રના કાને પડતા અને તે બાબતે તપાસ કરી બગીચામાં પડેલા ઉકરડાને ઉપાડવાનું આખરે મૂહૂર્ત આવ્યું હોય તેમ બગીચાનું સફાઈ કામ શરૂ કરવામાં આવતા દસેક ટેકટર ભરાય તેટલો કચરો અને તેમાં પણ મૃત હાલતમાં પશુ પક્ષીઓ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.