દુષિત પાણીના શુધ્ઘીકરણ માટે અર્બન હેલ્ની ટીમ દ્રારા શહેરમાં ૩૦૦૦૦ કલોરીન ટેબલેટનું વિતરણ

વેરાવળ-પાટણ નગર પાલીકા વિસ્તારમાં ૪૦૦ સફાઈ કર્મચારીઓ દ્રારા ભારે વરસાદી રોગચાળો ન ફેલાય તેમજ શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સફાઈ કામગીરી હા ધરવામાં આવી  છે. નગરપાલીકાના તમામ વોર્ડમાં સફાઈ કામગીરીનું અસરકારક મોનીટરીંગ અને અમલીકરણ થાય તે માટે વોર્ડવાઈઝ સીનીયર કર્મચારીઓની વોર્ડ પ્રભારી તરીકે નિમણૂંક કરવામાં આવેલ છે.

વેરાવળ-પાટણ શહેરમાં એજન્સીના કુલ ૨૫ વાહનો મારફત ઘનકચરાનું ડોર ટુ ડોર કલેકશન અને ઘનકચરા નિકાલ કામગીરી કાર્યરત છે. આ સિવાય વધારાના ૬ જે.સી.બી અને ૧૨ ટ્રેકટર મારફતે સફાઈ કામગીરી અને વરસાદી પાણીના નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં ૩૫૦૦ કિ.ગ્રા. જેટલી જંતુનાશક દવાનો છંટકાવ કરાયો છે.

શહેરના મોટાભાગના વિસ્તાર માંથી વરસાદી પાણીનો નિકાલ થયો છે. અમુક નિચાણવાળા વિસ્તારોમાં થોડા પાણી ભરાયેલ છે તેના નિકાલ માટે ૧૦ ડીવોટરીંગ પમ્પ કાર્યરત છે. શહેરમાં ઘનકચરાના ડોર ટુ ડોર કલેકશનની કામગીરીને અસરકારક બનાવવા દરેક વોર્ડ મુકાદમને ૧ વાહન સુપ્રત કરીને તેની સુપરવિઝનની કામગીરી સોપવામાં આવેલ છે. આમ શહેરમાં ડોર ટુ ડોર કલેકશન માટે કુલ ૧૫ મુકાદમોના સુપરવિઝન હેઠળ ૧૫ વાહનો કાર્યરત કરાયેલ છે. આ સિવાય નગરપાલીકા વિસ્તારમાં જે જે રસ્તાઓમાં ખાડાઓ પડેલ છે તેનુ પુરાણ કરાવાની કામગીરી હા ધરવામાં આવી છે.

વરસાદને કારણે ડેમનું પાણી દુષિત થઈ ગયેલ છે જેથી તેને સપ્લાય કરતા પહેલા ફટકડીનો ઉપયોગ કરાય છે અને બ્લીચીંગ પાઉડર નાંખીને સુપર કલોરીનેશન કરવામાં આવે છે. તેમજ અર્બન હેલ્ની ટીમ દ્રારા ૩૦૦૦૦ કલોરીન ટેબલેટનું વિતરણ કરાયેલ છે. સાથો સાથ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મેડીકલ કેમ્પનું પણ આયોજન કરાયેલ છે.

ભારે વરસાદને કારણે નગરપાલીકાની ગટરો ચોક અપ થઈ ગયેલ છે આથી  જેતપુર નગરપાલીકા પાસેી હાઈપ્રેશર જેટીંગ મશીન મંગાવીને ગટરોના ચોક અપને ખુલ્લા કરાવવામાં આવી રહેલ છે. આ કામગીરીમાં પ્રમુખશ્રી મંજુલાબેન સુયાણી, ઉપપ્રમુખ અને સદસ્યો સહયોગી થઇ રહયા હોવાનું  ચીફ ઓફિસર જતીન મહેતાની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.