પર્વત પર ધાંસના બીજનો છંટકાવ પણ કરાશે: સફાઇ અભિયાનમાં જોડાવા લોકોને આહ્વાન
નવરંગ નેચર કલબ દ્વારા ધોરાજી-ઉપલેટા આહિર સમાજ, ગુજરાત સ્પોર્ટ એકેડમી- જેતપુર, આહિર એકતા મંચ ગુજરાત અને પ્રાથમીક શાળાઓનાં સહયોગથી આગામી શુક્રવારના રોજ ધોરાજી તાલુકાના પાટણવાવ ગામે આવેલા ઓસમ પર્વત પર સફાઇ અભિયાન પર્વન ધરવામાં આવશે આ અંગે વિગત આપવા પ્રમુખ વીડી બાલા, કાંતિભાઇ ભુત, પરિમલભાઇ પરડવા, હરીભાઇ સુવા, નીકુલભાઇ ચંદ્રવાડીયા, ભાવેશભાઇ સુવા, મહેશભાઇ ચંદ્રવાડીયા, અર્જુન આંબલીયા અને ઉર્વેશભાઇ પટેલે અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
ધોરાજી તાલુકાના પાટણવાવ ખાતે આવેલ રમણીય અને પવિત્ર ઓસમ પર્વત પર આખુ વર્ષ ખુબ લોકો આવે છે અને પ્લાસ્ટીક ફેંકી જતા રહે છે. પ્લાસ્ટીક કયારેય સડતું નથી અને જંગલોમાં પ્લાસ્ટીકથી વન્યજીવોને નુકશાન થાય છે. આ બધુ જ પ્લાસ્ટીક આખા ઓસમ જંગલ (પર્વત) માંથી વીણવાનું એક ભગીથર કામ ઉ૫ર મુજબની સંસ્થાઓ ભેગા થઇ તા. ૬ ને શુક્રવારના રોજ સવારે ૯ થી સાંજના પ સુધી ર૦ ટુકડીઓમાં વહેચાઇ નિષ્ઠાપૂર્વક પ્લાસ્ટીક વીણવાનું કામ કરશે.
આ કામગીરીમાં ઉપર મુજબની સંસ્થાઓના લોકો પોતાનું બપોરનું ટીફીન અને પાણી સાથે લાવશે. ઓસમ પર્વત ઉપર પ્લાસ્ટીક વીણવાની પવિત્ર અને જરુરી કામગીરીમાં અન્ય લોકો ભાગ લેવા ઇચ્છતા હોય તેઓએ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કામગીરીમાં ભાગ લેવા માંગતા હોય તેઓએ પોતાનું બપોરનું ટીફીન અને પાણી સાથે લાવવાનું રહેશે.
ઓસમ પર્વત ઉપર ઘાંસના બીજનો છંટકાવ કરી ઘાસ સુધારણાનું કામ થશે નાના મોટા હોકળાઓમાં પત્થર ગોઠવી નાના આડબંધ બનાવી વરસાદી પાણી રોકવાની કામગીરી કરવામાં આવશે. સેવા યજ્ઞમાં જોડાવા ઇચ્છતા લોકોએ શુક્રવારે સવારે ૮ વાગ્યે ઓસમ પર્વત, પાટણવાવ તા. ધોરાજી પહોચવાનું રહેશે વધુ વિગત માટે હરીભાઇ સુવા મો. નં. ૯૮૨૫૫ ૧૬૩૮૦ નો સંપર્ક કરવા જણાવાયું છે.