૨૦૦ સ્વયંસેવકો દ્વારા બધા પ્લેટફોર્મ, વોટરકુલર, હેરીટેજ ગેલેરી તેમજ મુખ્ય દ્વારની સફાઈ

અબતક,રાજકોટ: રાજકોટ પશ્ર્ચિમ રેલવે સ્ટેશન પર સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આજરોજ સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું હતુ સવારે ૭ થી ૯ વાગ્યા દરમિયાન સંસ્થાના ૨૦૦ જેટલા સભ્યો દ્વારા રેલવે પરિસરમાં સફાઈ કરવામાં આવી હતી આ તકે રાજકોટ રેલવે ડીઆરએમ પરમેશ્ર્વર ફુંકવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્વયં સેવકોએ સ્ટેશનના બધા પ્લેટફોર્મ વોટર કુલર, હેરીટેજ ગેલેરી, તેમજ મુખ્ય દ્વાર સહિતની જગ્યાઓ પર સફાઈ કરી હતી. આ તકે રેલ મંડળના પરમેશ્ર્વર ફુંકવાલે સંત નિરંકારી ફાઉન્ડેશનનો આભાર વ્યકત કર્યો હતો. અને વધુમાં જણાવ્યું કે આ પખવાડીયા અંતર્ગત રાજકોટના બધા રેલવે સ્ટેશનોમાં, હોસ્પિટલમાં, રેલવે કોલોનીમાં તેમજ કોચિંગ ડેપો સહિતની વિવિધ જગ્યાઓ પર સફાઈ હાથ ધરવામાં આવી રહી છે.

vlcsnap 2019 09 18 11h16m26s174 vlcsnap 2019 09 18 11h16m34s12

રેલવે સ્ટેશને સારી રેલ સેવા આપવાનો અમારો પ્રયત્ન: પરમેશ્વર ફૂંકવાલ

vlcsnap 2019 09 18 11h15m47s36

અબતક સાથેની વાતચીત દરમિયાન રાજકોટ રેલવે ડી.આર.એમ. પરમેશ્ર્વર ફૂંકવાલએ જણાવ્યું હતુ કે ૨ સપ્ટેમ્બરથી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. દર વર્ષે અમે સ્વચ્છતા પખવાડીયાની ઉજવણી ૧૬ સપ્ટે.થી કરીએ છીએ ત્યારે ૨ સપ્ટે.થી ૧૬ સપ્ટે. વચ્ચે તૈયારી શરૂ કરી હતી. અને સ્વચ્છતા અભિયાન શરૂ કર્યુ હતુ. આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં સ્વચ્છતા અભિયાન ચાલુ કર્યું છે. તેની ખૂબજ વ્યાપક અસર છે. બધા સ્ટેશન પ્લેટ ફોર્મ કોલોની બધામાં સફાઈ અભિયાન ચાલે છે ૧૬ તારીખે અમે સ્વચ્છતા શપથ લેવડાવી હતી કે ગંદકી નહી કરી નહી કોઈને કરવા દઈએ ગઈકાલે અમે મહાશ્રમદાનનું આયોજન કરેલું જેમા બધાએ રેલવે સ્ટેશન, કોલોનીમાં પ્લાસ્ટીકને એકઠુ કર્યું હતુ અમે ૭૦૦ થી ૮૦૦ કિલો પ્લાસ્ટીક કચરાને એકઠો કર્યો હતો.  આ અભિયાનમાં સેવાભાવી સંસ્થા એનજીઓને જોડયા છે. અમે એક પ્રયત્ન કરીએ છીએ કે સારી રેલ સેવા, રેલવે સ્ટેશને લોકોને આપી શકીએ. ત્યારે આજે નિરંકારી સમાજ દ્વારા રેલવે સ્ટેશનની સાફ સફાઈનું આયોજન કર્યું છે. જેમાં ૨૦૦ જેટલા લોકો જોડાયા છે.

પર્યાવરણને પ્રદુષણ મૂકત કરવા સાફસફાઈ તથા વૃક્ષારોપણ કરવું જોઈએ: એ.જી. કેશવાણી

vlcsnap 2019 09 18 11h15m36s214

અબતક સાથેની વાતચીત દરમિયાન એ.જી. કેશવાણીએ જણાવ્યું હતુ કે સ્વચ્છતા અભિયાનની શરૂઆત ત્રણ વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ દિલ્હી રેલવે સ્ટેશને સફાઈ કરીને કરી હતી ત્યારેમારા ઘણા બધા સેવાદળ વાળા દિલ્હી ગયા હતા. ત્યારબાદ લગભગ ૧૦૦ રેલવે સ્ટેશન પર ગયા અને ત્યાં સાફસફાઈ કરી હતી. બાબા હરદેવસિંહ મહારાજના જન્મદિવસના ઉપલક્ષમાં ૨૩ ફેબ્રુઆરીના દર વર્ષે સફાઈ અભિયાન વૃક્ષારોપણનું આયોજન કરીએ છીએ. પર્યાવરણને સુંદર બનાવવા તથા પ્રદુષણ દૂર કરવા આપણે સાફ સફાઈ તથા વૃક્ષારોપણ કરવું જોઈએ. ત્યારે આજે અમારી સંસ્થા દ્વારા રાજકોટ રેલવે સ્ટેશન, પ્લેટફોર્મની સાફ સફાઈ કરવામાં આવી છે. સ્વચ્છતા હશે તો આપણે પ્રકૃતિનું જતન કરી શકીશુ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.