રાજકોટ મ્યુ. કોર્પોરેશન સ્વચ્છ સીટી દેખાડવા હંમેશા અગ્રેસર રહ્યું છે. અને સ્વચ્છતામાં નંબર ૧ના સંખ્યાબંધ એવોર્ડ જીત્યા છે. પરંતુ આવા દેખાડાનો અર્થ શું ? ખરેખર રાજકોટની સ્વચ્છ સીટી બનાવવા રસ નથી. ગયા સપ્તાહમાં દિલ્હીથી આવેલા સર્વેશ્ર્ણ ટીમને પ્રીપ્લાન મુજબના વિસ્તારોમાં ફેરવી ગણ્યા ગાંઠીયા ટોયલેટમાં નવા પોખરા બેસાહી ટીમને ઉધા ચશ્મા પહેરાવીનેલીલા તોરણે પરત મોકલી દીધી હતી.ત્યારબાદ ગઈકાલે વધુ એક ટીમ દિલ્હીથી આવેલ છે.તેને પણ સારૂ સારૂ દેખાડવા વર્ષોથી ગંદકીથક્ષ ખદબદતા હોકર્સ ઝોન રાતોરાત સ્વચ્છ બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતુ. મ્યુ. કમિશ્નરએ રાતોરાત શહેરને સ્વચ્છ બનાવવા તંત્રને ઉંધે માથે કરી દીધું છે.છતા હજુ ઘણા વોકળા અને વોકળા ઝોન વિસ્તારો એવા છે જયાં હજુ સુધી તંત્રના હાથ પહોચી શકયા નથી.
રાજકોટને ખરા અર્થમાં સ્વચ્છ બનાવવાનું હશે તો મ્યુ. તંત્રએ માત્ર દેખાડા નહિ પરંતુ વાસ્તવિક રીતે જમીન પર આવી કામ કરવું પડશે. તો જ રાજકોટ સ્વચ્છ બનશે અને રાજકોટ શહેરીજનોએ પણ તેમાં જોડાવું પડશે. તેમ સામાજીક અગ્રણી રાજુભાઈ જાુંજાએ જણાવ્યું છે.