કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટને દેશનું નંબર વન શહેર બનાવવા માટે મહાપાલિકા દ્વારા પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. ભીનો અને સુકો કચરો અલગ-અલગ એકત્ર કરવા માટે હાલ મહાપાલિકાના ૧૧૦૦થી વધુ કર્મચારીઓ ઘેર-ઘેર જઈ લોકોને સમજાવી રહ્યા છે ત્યારે સ્વચ્છતા અભિયાનમાં શહેરીજનોને જોડાવવા માટે મહાપાલિકાના પદાધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. રાજકોટ ખરાઅર્થમાં સ્વચ્છ બને તેની જવાબદારી માત્ર તંત્રની નહીં પરંતુ તમામ નાગરિકોની છે.
રાજકોટ જયારે સ્માર્ટ સીટી બનવા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે શહેરને ગંદકીમુકત બનાવવાના અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં સુકા અને ભીનો કચરાના વર્ગીકરણ માટે તંત્ર પણ સજજ થયું છે. અને સફાઇ ઝુંબેશમાં લોકો પણ સહકાર આપી રહ્યા છે.
આ તકે રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશના સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે, મનપા દ્વારા સ્વચ્છ રાજકોટ અને સ્માર્ટ રાજકોટ માટે જે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. તે માટે તંત્ર તનતોડ મહેનત કરી રહ્યું છે. તંત્ર દ્વારા ખાસ સુકા અને ભીનો કચરાના અલગ અલગ વર્ગીકરણ માટે ઘરે ઘરે જઇને લોકોને સમજાવવામાં આવે છે
. ઉપરાંત સુકા-ભીના કચરા માટે અલગ અલગ ડસ્ટબીન પણ આપવામાં આવે છે. ત્યારે તંત્ર જે રીતે સજજ બન્યું છે તે જ રીતે લોકો પણ સમજીને આ ઝુંબેશમાં જોડાય તેવી અપીલ છે.શિયાળો એવી ઋતુ છે જેમાં લોકો બિમાર પણ પડે છે તો વર્ષ આખાનું સ્વાસ્થય ભાથુ પણ બાંધી શકે છે. એવામાં ફીટ એન્ડ ફાઇન રહેવા રાજકોટવાસીઓ સવારમાં જોગીંગ કરતા પણ નજરે પડે છે.
સ્વસ્થ રહેવા માટે સ્વચ્છતા પણ મહત્વની ભુમીકા ભજવે છે. માટે રાજકોટે સ્વચ્છ અને સ્વસ્થ રહેવા માટે જાગૃકતા લાવવી પડશે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આપણું શહેર રાજકોટ દેશનું નંબર વન સ્વચ્છ શહેર બની રહે તે માટે રંગીલા રાજકોટવાસીઓએ સ્વયંભુ આ અભિયાનમાં જોડાવવું જોઈએ અને ગંદકી કરતા લોકોને પણ અટકાવવા જોઈએ.