સ્માર્ટ સિટીને સ્વસ્થ રાખવા માટે શહેરમાં ભીના અને સુકા કચરાને અલગ પાડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં શહેરીજનો પણ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યાં ત્યારે આ સ્વચ્છતા ઝુંબેશમાં રાજકોટ શહેરના પ્રથમ નાગરિક બીનાબેન આચાર્ય પણ જોડાયા છે.
રાજકોટના મેયર બિનાબેન આચાર્યએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, શહેરમાં સુકો અને ભીનો કચરો અલગ પાડવાની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે ખુબજ મહત્વની કામગીરી છે. સુકો અને ભીનો કચરો અલગ મુકવાથી ભીના કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે. પાંદડા, શાક માર્કેટનો વેસ્ટ માલ, પર પ્રોસેસ કરીને તેમાંથી ખાતર બનાવાય છે.
સુકો કચરો એટલે કે બોટલો,કાગળ જેવા વેસ્ટ માલને પણ બીજા ઉપયોગમાં લઈ શકાય તે રીતે બહાર મોકલવામાં આવે છે.
ખાસ તો રાજકોટની પ્રજા દર વખતે કોઈપણ અભિગમ કે નવી વસ્તુ અપનાવાની હોય ત્યારે હર હંમેશ રાજકોટ કોર્પોરેશનનો સહકાર આપે છે. આ ઉપરાંત અમુક વિસ્તારોમાં કે જયાં ઘર પણ નાના હોય છે અને ઘરે વ્યવસાયનો અભાવ હોય છે તેવા લોકોની આ વ્યવસ્થા કરવામાં થોડી મુશ્કેલી પડતી હોય છે પરંતુ આમ છતાં શહેરીજનો ખુબજ સહકાર આપે છે.
ઘરની વ્યવસ્થા બહેનો પર આધારીત છે ત્યારે બહેનો જ બંને કચરા અલગ અલગ મુકે તો આપણે સૌ માટે સા છે.
રહેણાંક વિસ્તારમાં કચરો ઠલવાય તો હવા પણ પ્રદુષીત થાય છે.
તેથી સ્વચ્છતા જાળવવા માટે લોકોએ આગળ આવીને સુકો ભીનો કચરો અલગ મુકવો જોઈએ.