બડગામમાં ચાર અને સોપોરમાં એક આતંકીનો ખાત્મો: વર્ષમાં કુલ ૧૯૦ આતંકવાદીઓ ઠાર
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના સફાયા માટે સૈન્યને બહોળી સફળતા મળી છે. આજે સુરક્ષા જવાનોએ બડગામમાં ચાર અને સોપોરમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે.
વિગતો અનુસાર બડગામમાં કેટલાક આતંકીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સુરક્ષા જવાનોએ સર્ચ ઓપરેશન શ‚ કર્યું હતું. જે દરમિયાન આતંકવાદીઓએ જવાનો ઉપર ગોળીબાર શ‚ કર્યો હતો. જેના જવાળમાં સુરક્ષાદળે ફાયરીંગ કર્યું હતું. અથડામણ કલાકો સુધી ચાલી હતી. જેમાં ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં સૈન્યને સફળતા મળી હતી.
બીજી તરફ સોપોરમાં પણ આતંકીઓ અને સૈન્ય વચ્ચે ભિષણ ગોળીબાર થયો હતો. જેમાં એક આતંકીને સૈન્યએ ઠાર માર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક મહિનામાં જમ્મુ કાશ્મીરમાં આતંકીઓના સફાયોનો દોર ચાલી રહ્યો છે. સતત આતંકીઓનો ખાત્મો બોલાવાયો છે. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીર પોલીસ સીઆરપીએફ અને સેનાએ પત્રકારોને વિગતો આપી હતી કે, આ વર્ષે અત્યાર સુધીમાં ૧૯૦ આતંકીઓને ઠાર કર્યો છે. જેમાં ૮૦ સ્થાનિક અને ૧૧૦ વિદેશી આતંકવાદીઓનો સમાવેશ થાય છે. ૬૬ આતંકીઓને ઘૂષણખોરી કરતી વખતે ઠાર કરાયા હતા.