વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છ ભારત મિશનમાં, જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં 8000 શૌચાલય બાંધવામાં આવ્યા છે, જો કે વર્ષ 2018 માટેના લક્ષ્યાંક 15,000 શૌચાલયોનો છે.
આ મિશન પાછળ મુખ્ય હેતુ એ છે કે જિલ્લાને જાહેર શૌચ ક્રિયા મુક્ત (ઓપન ડીફીકેશન ફ્રી) બનાવવો. આ લક્ષ્યાંક ઉપરાંત, સામૂહિક શૌચાલયની પણ રચના કરવામાં આવી રહી છે. સ્વચ્છ ભારત મિશન કઠુઆ જિલ્લાના 19 બ્લોકમાં યુધ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને વ્યક્તિગત શૌચાલયનું નિર્માણનો લક્ષ્યાંક 2 ઓક્ટોબર પહેલાં લક્ષ્ય હાંસલ કરવા માટે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
2012 ના સર્વેક્ષણ અનુસાર, ત્યાં 92884 ઘરો શૌચાલય વિના હતા. જેમાંથી 2017 સુધી 41602 શૌચાલયોનું નિર્માણ અત્યાર સુધી પૂર્ણ થઈ ગયું છે અને બાકીના શૌચાલયોનું નિર્માણ માટે કાર્યવાહી ચાલુ થઈ ગઈ છે.
નરેશ કુમાર ચંદન (બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર) દ્વારાં જણાવ્યું હતું કે કેરીયન ગંદયાલ બ્લોકના 17 પંચાયતોમાંથી, ચાર પંચાયતોને અત્યાર સુધી જાહેરમાં શૌચ ક્રિયા મુક્ત (ઓડીએફ) તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે આ વર્ષે તેમને 4728 ટોઇલેટનું લક્ષ્ય આપવામાં આવ્યું છે, જેમાંથી 3100 શૌચાલય પૂર્ણ થયા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com