રસોડા પરથી નો એન્ટ્રીના બોર્ડ હટાવવા વધુ ૩૦ હોટલમાં ચેકીંગ

મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવેલા નમુનાં પૈકી લુઝ ઘી અને જીલમીલ બ્રાન્ડ સિંગતેલનો નમુનો પરીક્ષણમાં નાપાસ થયાનું જાહેર કરવામાં આવ્યું છે. આજે ફુડ વિભાગ દ્વારા વધુ ૩૦ હોટલ-રેસ્ટોરન્ટમાં નો એન્ટ્રીનાં ડિસ્પ્લે બોર્ડ દુર કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા દ્વારા કોઠારીયા રોડ પર ગોરસ ઘી સેન્ટરમાંથી લુઝ ઘીનો નમુનો લેવામાં આવ્યો હતો જેનાં પરીક્ષણમાં ઘીમાં તલનાં તેલ અને વેજીટેબલ ફેટની હાજરી જોવા મળી હતી. જયારે રૈયા રોડ પર યશ એન્ટરપ્રાઈઝમાંથી જીલમીલ બ્રાન્ડ મગફળીનું શુઘ્ધ સિંગતેલનો નમુનો લેવામાં આવ્યો હતો જેમાં એફએસએસએઆઈનો લોગો દર્શાવવામાં આવ્યો ન હોવાનાં કારણે બંને નમુના પરીક્ષણમાં નાપાસ થયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આજે આરોગ્ય શાખા દ્વારા નાનામવા રોડ પર આવેલ સાઉથ એન્ડ પંજાબી કોર્નર, સિઝન ૩, ઓન્લી ઢોલા, ચા ની કિટલી કાફે, શ્રીજી ફેન્સી ઢોંસા, પીપલ્સ ઓફ પંજાબ, બીનાકા ડાઈનીંગ હોલ, રામકૃષ્ણનગર મેઈન રોડ પર આવેલ લાપીનોઝ પીઝા, ઢેબર રોડ પર આવેલ ઢોસા હબ, ઢોલા મારૂ, માલવીયા રોડ પર ફલેવર્સ રેસ્ટોરન્ટ, રજપુતપરામાં ચેતના ડાઈનીંગ હોલ, ગોંડલ રોડ પર સુર્યકાન્ત હોટલ, હોટલ પાઈનવીન્ટા, ટાગોર રોડ પર ડોમીનોઝ પીઝા, રાજમંદિર ફુડ ઝોન, સદર બજારમાં એપલ બાઈટ રેસ્ટોરન્ટ, અક્ષર માર્ગમાં ક્રન્ચી રીપ્બલીક રેસ્ટોરન્ટ, હાઉસ ઓફ સાઈઝ ઝીરો, તાજ રેસ્ટ્રો એન્ડ કાફે, આકાશ સ્વીટસ એન્ડ સ્નેકસ, આરીયા મલ્ટી કયુસીન, ટીજીબી કાફે એન્ડ બેકરી, જય સરદાર રેસ્ટોરન્ટ, જયહો કાઠીયાવાડી રેસ્ટોરન્ટ, સ્વામી ફેમીલી રેસ્ટોરન્ટ, લીમડા ચોકમાં આવેલ હોટલ અવેર શાઈન, હોટલ સરોવર પોર્ટીકો, હોટલ ક્ધફર્ટ ઈન અને કોર્પોરેશન ચોકમાં આવેલ માધવ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને નો એન્ટ્રીનાં બોર્ડ હટાવવા તાકીદ કરાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.