મહામારીને રોકવા લદાયેલું લોકડાઉન પર્યાવરણને ખૂબજ ફળી રહ્યું છે. લોકડાઉનનાં કારણે ગુજરાતની આબોહવા શુધ્ધ બની હોવાનું આંકડા કહી રહ્યા છે.
ઓઝોનનું પડ મજબુત બન્યું છે. બીજી તરફ નાઈટ્રોજન ડાયોકસાઈડનું પ્રમાણ ઘટી ગયું છે. વાહનો અને ઔદ્યોગિક એકમોના કારણે ફેલાતુ પ્રદુષણ એકદમ ઘટી ગયું છે. સલ્ફર ડાયોકસાઈડનાં પ્રમાણમાં પણ ઘટાડો થયો છે.
રાજકોટ, અમદાવાદ, જામનગર અને વડોદરા સહિતના શહેરોમાં નાઈટ્રોજન ડાયોકસાઈડનું પ્રમાણ ઓછુ થતા ઓઝોનમાં વધારો થયો છે. જામનગર, સુરત અને ગાંધીનગર જેવા શહેરોમાં વાતાવરણ શુધ્ધ જોવા મળે છે. રાજકોટમાં પણ પ્રદુષણ ઘટયું હોવાનો અનુભવ થઈ રહ્યો છે.